અમદાવાદ નવરાત્રિ 2026માં સુરક્ષા વ્યવસ્થા
અમદાવાદમાં નવરાત્રિ 2026ને લઈને શહેર પોલીસ, ગરબા આયોજકો અને ફાયર વિભાગ વચ્ચે સંકલન બેઠક યોજાઈ. ખેલૈયાઓની સલામતી અને ભીડ સંચાલન માટે ગરબા સ્થળો પર આ વર્ષે ગ્રાઉન્ડ ક્ષમતાનો AI આધારિત નિરીક્ષણ અને ફેસ રિકોગ્નિશન કેમેરાનો ઉપયોગ કરવાનું નિર્ધારિત કરાયું છે.
મહિલા સુરક્ષા માટે ‘SHE ટીમ’ તહેનાત રહેશે અને આયોજકોને સમયસર NOC અને લાયસન્સ મેળવવા સૂચના આપવામાં આવી છે. સંકલન બેઠકમાં અમદાવાદ શહેર પોલીસ, ગરબા આયોજકો અને ફાયર વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. બેઠકનું ઉદ્દેશ નવરાત્રિના કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાવા તેની તૈયારી અંગે વિચારવૂં હતું.
AI કેમેરા અને ફેસ રિકોગ્નિશનનો ઉપયોગ
અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું કે શહેરમાં પાર્ટી પ્લોટ, ક્લબ, બંધ હોલ તથા કામચલાઉ સ્ટ્રક્ચર્સમાં હજારો-લાખોની સંખ્યામાં લોકો ગરબે રમવા ઉમટી પડે છે, તેથી આયોજકોને જરૂરી તૈયારી અને મંજૂરી લેવી અનિવાર્ય છે. AI કેમેરા અને ફેસ રિકોગ્નિશનથી દેખરેખ બેઠકમાં નિર્ણય લીધો કે ગરબા સ્થળો પર ગ્રાઉન્ડ ક્ષમતા મોનિટર કરવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત કેમેરા લગાવવામાં આવશે.
જો કોઈ ગરબા ગ્રાઉન્ડમાં ક્ષમતા કરતા વધુ લોકો પ્રવેશશે તો AI કેમેરા તરતચેતવણી આપશે, જેથી પ્રવેશ બંધ કરીને નાસભાગ જેવી સ્થિતિ ટાળી શકાય. ભૂતકાળમાં નવરાત્રિના સમયે ઉપદ્રવ કરનારા અસામાજિક તત્ત્વોના ફોટા ફેસ રિકોગ્નિશન ડેટાબેઝમાં અપલોડ કરીને ગરબા પંડાલોમાં તેમની હિલચાલ પર નજર રાખવાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.
મહિલા સુરક્ષા અને SHE ટીમ
મહિલા સુરક્ષા અને ‘SHE ટીમ’ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પોલીસ માટે પ્રાથમિકતા રાખવામાં આવી છે. ગરબા સ્થળો અને તેની આસપાસ છેડતી અને અસામાજિક પ્રવૃતિ અટકાવવા માટે અમદાવાદ પોલીસની ‘SHE ટીમ’ ખાસ તહેનાત રહેશે.
NOC અને ટેકનિકલ તપાસ ફરજિયાત આયોજકોને સમયસર ફાયર NOC, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી NOC અને ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા વાયરિંગ અને કરંટ લિકેજ ચેકિંગ જેવી જરૂરી તપાસ પૂર્ણ કરવી ફરજીયાત રહેશે. સ્થાનિક પોલીસસ્ટેશનોને જણાવવામાં આવ્યું છે કે તેઓ આ પ્રક્રિયામાં આયોજકો સાથે સંકલન કરીને જરૂરી પ્રમાણપત્રો ઝડપી રીતે પૂરા કરાવવા મદદ કરશે.
ટ્રાફિક વ્યવસ્થા
ટ્રાફિક વ્યવસ્થા અને સતત પેટ્રોલિંગ મોડી રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ લાખો લોકો એકસાથે રસ્તા પર નીકળતા હોવાથી ટ્રાફિક જામ, ઓવર સ્પીડિંગ અને માર્ગ દુર્ઘટનાઓ અટકાવવા માટે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર હાજર રહેશે. પોલીસ કહે છે કે જ્યાં સુધી તમામ નાગરિકો સુરક્ષિત રીતે પોતાના ઘરે ન પહોંચે ત્યાં સુધી સતત પેટ્રોલિંગ અને માર્ગ નિયમન ચાલુ રાખવામાં આવશે.