મોદી-ટ્રમ્પ ટેલિફોનિક વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક ચર્ચા કરી. બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ઉર્જા અને ક્રિટિકલ ટેકનોલોજી સહિત દ્વિપક્ષીય સહયોગના મહત્વના ક્ષેત્રોની સમીક્ષા કરી.
બંને તરફથી વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરવાની સહમતિ વ્યક્ત કરવામાં આવી અને ભાગીદારીને આગળ વધારવા માટે સતત નજીકનો સંપર્ક જાળવી રાખવા પર ભાર મૂકાયો.
ચર્ચા થયા મુખ્ય મુદ્દા વેપાર, સંરક્ષણ, ઉર્જા, ક્રિટિકલ ટેકનોલોજી અને અન્ય દ્વિપક્ષીય સહયોગના ક્ષેત્રો હતા. પીએમ મોદીએ X પર લખ્યું: ‘અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે સાર્થક વાતચીત થઈ. અમે વેપાર, સંરક્ષણ, ઉર્જા, મહત્વપૂર્ણ ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં આપણા પરસ્પર સહયોગની સમીક્ષા કરી.’
અમે આપણી ‘કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ (વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી) ને આગળ વધારવા માટે નજીકનો સંપર્ક જાળવી રાખવા પર સહમત થયા છીએ.
પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વાતચીતમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. બંને નેતાઓએ વિશ્વભરમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી.
સંબંધિત વિડિયો અને સોશિયલ મીડિયા twitter.com