દમણ-દીવ બનશે ‘ડેસ્ટિનેશન વેડિંગ’ હબ: MSME સેવા પ્રદાતાઓને GST રીઇમ્બર્સમેન્ટની યોજના

દમણ-દીવ ડેસ્ટિનેશન વેડિંગ હબ બનશે

દમણ અને દીવને વૈશ્વિક પ્રવાસન નકશા પર ચમકાવવા અને ડેસ્ટિનેશન વેડિંગનું મોટું સેન્ટર બનાવવાના હેતુથી પ્રશાસને MSME સેવા પ્રદાતાઓ માટે નવી પ્રોત્સાહક યોજના જાહેર કરી છે. આ હેઠળ હોટલ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતના સર્વિસ પ્રોવાઇડરોને લાભ આપવામાં આવશે.

યોજનાના અંતર્ગત, પ્રથમ 25 MSME એકમોને ગ્રાહકો પાસેથી વસૂલાયેલા GSTમાંથી વાર્ષિક રૂ. 5 લાખ સુધીનું રીઇમ્બર્સમેન્ટ 2 વર્ષ માટે આપવામાં આવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. લાભ માત્ર એવા લગ્નોને લાગુ પડશે જે દંપતીના મૂળ રહેઠાણથી અલગ સ્થળે યોજાય છે.

યોજનાના નિયમો અને પાત્રતા

યોજનાનું ઢાંચો અને મુખ્ય નિયમો પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સહાય ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવેલા વાસ્તવિક GST અથવા વધુમાં વધુ રૂ. 5 લાખ (બેમાંથી જે ઓછું હોય તે) રકમની ભરપાઈ તરીકે આપવામાં આવશે. આ સહાય સતત બે નાણાકીય વર્ષ સુધી માટે મળી શકશે.

યોજનાના અંતર્ગત, પ્રથમ આવનાર 25 MSME એકમોને જ લાભ આપવા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કાર્યકારી ક્ષેત્ર અને પાત્રતા માપદંડ યોજના અંતર્ગત પાત્ર સેવાના પ્રોવાઇડર હોય તેવા ક્ષેત્રોમાં હોટલ, રિસોર્ટ, કેટરિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, ડેકોરેશન, ફોટોગ્રાફી અને ટ્રાન્સપોર્ટ સેવાઓ પૂરી પાડતા MSME એકમો સામેલ છે.

લાભ માટે ઉદ્યોગનું ઉદ્યમ રજિસ્ટ્રેશન અને GST રજિસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે. લાભ માટે જરૂરી દસ્તાવેજોમાં માન્ય GST બિલ, બુકિંગ કન્ફર્મેશન અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે.

માત્ર માન્ય અને વ્યાવસાયિક (કોમર્શિયલ) સ્થળોએ યોજાયેલા લગ્નો જ આ યોજનામાં માન્ય ગણાશે; નોન-કોમર્શિયલ સ્થળો અમાન્ય રહેશે. ડેસ્ટિનેશન વેડિંગની શરત આ સ્કીમનો લાભ મેળવવા માટે લગ્નનું સ્થળ દંપતીના મૂળ રહેઠાણથી અલગ હોવું જરૂરી છે — તે અલગ શહેર, રાજ્ય અથવા દેશમાં હોઈ શકે છે.

ખોટી માહિતી આપવાની સ્થિતિમાં, જો કોઈ સર્વિસ પ્રોવાઇડર ખોટી માહિતી કે બોગસ દસ્તાવેજો રજૂ કરીને સહાય મેળવવાનો પ્રયાસ કરશે, તો પ્રશાસન દ્વારા આપવામાં આવેલી રકમ પર વળતર તરીકે 8 ટકા વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે રકમ પરત વસૂલવામાં આવશે. સાથે કાનૂની કાર્યવાહી કરીને તે એકમને ભવિષ્યની તમામ સરકારી પ્રોત્સાહક યોજનાઓમાંથી કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

મહત્ત્વની સ્પષ્ટતા: આ યોજના સીધા લગ્નકુટુંબને રોકડ અથવા GST રિફંડ તરીકે રૂ. 5 લાખ આપવાની યોજના નથી. ફાયદો માત્ર દમણ-દીવમાં સેવા આપતા પાત્ર MSME સર્વિસ પ્રોવાઇડરોને જ મળશે અને તમામ પાત્રતા અને શરતો પૂર્ણ કરવી અનિવાર્ય રહેશે.