ઓરાણ તિરમીઝી સૈયદ ટ્રસ્ટનો ૨૫મું રજત જયંતિ ઇનામ વિતરણ
ઓરાણ તિરમીઝી સૈયદ ટ્રસ્ટનું ૨૫મું રજત જયંતિ ઇનામ વિતરણ અને વાર્ષિક સમારંભ પાલડી સ્થિત નરોત્તમ ઝવેરી હોલમાં ભવ્ય રીતે યોજાયું, જ્યાં વિદ્યાર્થીઓને રોકડ ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.
ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની ભારતીય સમુદાય સાથે ગરબા રમતા જોવા મળ્યા. મુખ્ય મહેમાનો તરીકે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. અમીરુદ્દીન એમ. કાદરી (એમ.ડી.) તથા સચિવાલયના અન્ડર સેક્રેટરી મોહમ્મદ સોહિલ મૈયુદ્દીન તિરમીઝી ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. નઈમ સિરાજપુદ્દીન તિરમીઝી દ્વારા ઇનામો અને સ્મૃતિનો કાર્યક્રમ મરહૂમ વડીલોની સ્મૃતિમાં યોજાયો. તેમણે આ ઇનામો પોતાના મરહૂમ દાદા-દાદી તથા માતા-પિતાની સ્મૃતિમાં આપવામાં આવ્યા.
વિદ્યાર્થીઓને સન્માન અને સ્કોલરશિપનું વિતરણ
ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્નો આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયરૂપ થવા માટે સ્કોલરશિપના ચેક અર્પણ કરવામાં આવ્યા.
મુખ્ય મહેમાનો ડૉ. અમીરુદ્દીન એમ. કાદરી અને મોહમ્મદ સોહિલ મૈયુદ્દીન તિરમીઝીંએ પોતાના સંબોધનમાં સેવા, સદ્વર્તન, શિસ્ત અને નૈતિક મૂલ્યોનું મહત્વ સમજાવ્યું અને વિદ્યાર્થીઓને સમાજની પ્રગતિમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યું.
અંતમાં ટ્રસ્ટના ચેરમેન શરાફતહુસૈને હોદ્દેદારો અને સભ્યોના સહયોગથી સમારંભનું સફળ આયોજન શક્ય બન્યું હોવાનું જણાવ્યું અને મહેમાનો, સહયોગીઓ અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો.