ઇડર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વેટર વિતરણ

અહેવાલ રાજેશભાઈ ચાવડા, સાબરકાંઠા બ્યુરો ચીફ

ગોરલ ધોળીયા શાળામાં 200 બાળકોને વિનામૂલ્યે સ્વેટર આપ્યા

ભારત વિકાસ પરિષદ ઇડર શાખાએ 26 ડિસેમ્બર, 2025ના રોજ ગોરલ મુકામે ધોળીયા પ્રાથમિક શાળામાં 200 ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને ગરમ સ્વેટર અને ટોપીનું વિતરણ કર્યું હતું.

આ સેવાકાર્ય શિયાળાની ઠંડીમાં દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે વિતરણ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના શક્તિ ઉમંગભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે ટવીકંલબેન ચૌધરી, જસુભાઈ શાંમળભાઈ ચૌધરી, દક્ષાબેન જસુભાઈ ચૌધરી (પૂર્વ સરપંચશ્રી ગોરલ) સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં દીનેશભાઈ બેચરભાઈ ચૌધરી (ભારતીય જનતા પાર્ટી સંગઠન ઇડર તાલુકા પ્રમુખ), ગામના આગેવાનો, શાખા પ્રમુખ નરસિંહભાઈ કે. પટેલ, પૂર્વ પ્રમુખ ડૉ. ગુણવંતભાઈ પી. જોષી, ખજાનચી અશોકભાઈ સોની, પર્યાવરણ સંયોજક કીશનભાઈ સોની, રાષ્ટ્રીય સમુહગાન સંયોજક હરિશ કુમાવત, શાખા પરિવારના સભ્યો દીપકભાઈ ભાવસાર અને વિપુલભાઈ લોનવાલા હાજર રહ્યા હતા.

શાળા પરિવારના શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. શિયાળાની ઠંડીમાં બાળકોને આરામદાયક અને સુરક્ષિત રહેવા માટે ગરમ કપડાં વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત વિકાસ પરિષદ ઇડર શાખા દર વર્ષે આવા સેવાકાર્યો દ્વારા ગરીબ અને વંચિત વર્ગના બાળકોને લાભ આપે છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો અને સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હોવાનું શાખાના પ્રતિનિધિઓએ જણાવ્યું.

Leave a Comment