ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી, પક્ષી બચાવ માટે જનજાગૃતિ કાર્યક્રમ

ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે બાળકો, ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ દ્વારા પક્ષી બચાવ અને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની જનજાગૃતિ સાથે ઉજવણી કરવામાં આવી.

ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટર ખાતે મકરસંક્રાંતિની પ્રેરણાદાયી ઉજવણી

ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકા ખાતે તા. 13 જાન્યુઆરી 2026, મંગળવારના રોજ મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભરી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત તહેવારની ઉજવણી સાથે સામાજિક જવાબદારી નિભાવતા પક્ષી બચાવ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ધોળકાના ફ્રીડમ ડે કેર પક્ષી બચાવ અને ચાઈનીઝ દોરી વિરુદ્ધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં ગુજરાત કોલેજથી ઇન્ટર્નશિપ માટે આવેલી વિદ્યાર્થીનીઓએ કેન્દ્રના બાળકોને મકરસંક્રાંતિ સાથે સાથે દક્ષિણ ભારતના પોંગલ અને પંજાબના લોહરી પર્વનું મહત્વ સરળ ભાષામાં સમજાવ્યું હતું. ઉપરાંત પતંગ ચગાવતી વખતે રાખવાની જરૂરી સાવચેતીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીનીઓએ ખાસ કરીને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવોપક્ષીઓ પ્રત્યે કરુણા દાખવવી અને પર્યાવરણનું સંરક્ષણ કરવું જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બાળકો અને ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓએ સાથે મળીને
ગગનમાં ભલે પતંગ લહેરાય, કોઈ પંખી ઘાયલ ના થાય”,
પક્ષી બચાવો, કરુણા દાખવો”,
ચાઈનીઝ દોરીને કહો ના
જવા પ્રેરણાદાયી સૂત્રો સાથે પ્લેકાર્ડ્સ બનાવી સાંકળ રચી જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.

ઉંધિયું-પૂરી અને જલેબીની પરંપરાગત જયાફત સાથે ઉજવણીનું સમાપન

ઉજવણીના અંતે તમામ બાળકો, સ્ટાફ મિત્રો તથા ઇન્ટર્નશિપની વિદ્યાર્થીનીઓએ સાથે મળીને ગુજરાતી પરંપરા મુજબ ઉંધિયું-પૂરી અને જલેબીની જયાફત માણી હતી. કાર્યક્રમના સમાપન સમયે સંસ્થાના પ્રમુખ ભાવિનભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત સૌને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Comment