DPS ગાંધીનગરના યુવા કલાકારો UNESCO Festival 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

DPS ગાંધીનગરના યુવા કલાકારો UNESCO Festival 2026માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાતથી વૈશ્વિક મંચ સુધી: DPS ગાંધીનગરના યુવા કલાકારો કરશે ભારતનું પ્રતિનિધિત્વ. ગાંધીનગર, 23 સપ્ટેમ્બર 2026: ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને કલાત્મક વારસાને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની ગૌરવપૂર્ણ તક સાથે દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરની ટીમ International Pearl UNESCO Global Network of Learning Cities – Festival 2026, Thailandમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.

આ આંતરરાષ્ટ્રીય મહોત્સવ 27 સપ્ટેમ્બરથી 3 ઑક્ટોબર 2026 દરમિયાન થાઈલેન્ડમાં યોજાશે. આ આંતરરાષ્ટ્રીય મંચ પર શાળાના વિદ્યાર્થીઓ વિરેન જરીવાલા, રિવા પટેલ, આંશી શાહ, જાનવી અજુડિયા, ધાર્મી ઢોલુ, આધ્યા સક્કરનાઈકર, શ્લોક પટેલ, ઓમી પટેલ, ધ્યાની શાહ, ખાનક શાહ, મિશ્વા પદ્મશાળી, મિતાક્ષા માલવિયા, આધ્યા ભારદ્વાજ, હ્રીધાન પ્રસાદ, હર્ષ ભોજવાણી, આરવ પરમાર, જેનિશા ઠાકોર, નેહલ રેડ્ડી અને રાઘવ વોરા શ્રી યાજ્ઞિક ચૌહાણ અને શ્રીમતિ ખ્યાતિ પ્રજાપતિ ના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓ પોતાની કલા અને અભિવ્યક્તિ દ્વારા ગુજરાતના રંગો તથા ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાને વૈશ્વિક મંચ સુધી પહોંચાડશે.

વિદ્યાર્થીઓની આ ગૌરવપૂર્ણ આંતરરાષ્ટ્રીય યાત્રા માટે શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી અંજુ સિંઘ તથા CCA કોઓર્ડિનેટર શ્રીમતી પ્રિયા લંકા તથા શાળા પરિવાર સમગ્ર ટીમને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.