ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સના પેકેટ પર લાલ ચેતવણી લેબલ દેખાવાનો મુદ્દો; સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી 28 સપ્ટેમ્બર

ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સના લેબલ અંગે સુપ્રીમ કોર્ટની ચિંતા

સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ચિપ્સ અને કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા વધતા શુગર, સોલ્ટ અને સેચ્યુરેટેડ ફેટ વિશે ગંભીર ચિંતાનો પ્રકટાવ કર્યો છે અને આવા ઉત્પાદનોના પેકેટના આગળના ભાગે લાલ ચેતવણી લેબલ (Front-of-Pack Labeling – FoPL) લગાવવાની વ્યવસ્થા માટે ટૂંક સમયમાં જરૂરી નિર્દેશ આપવાની તૈયારી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે જનસ્વાસ્થ્ય અને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય અંગે તે ખૂબ જ ચિંતિત છે.

પક્ષકારોને પૂર્વ તૈયારી સાથે આવતા સુનાવણીમાં હાજર રહેવા કહ્યું છે. આગામી સુનાવણી 28 સપ્ટેમ્બર માટે નક્કી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની નોંધ અને બેન્ચ જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બનેલી ખંડપીઠે જણાવ્યું કે આ સંવેદનશીલ મુદ્દા પર કોર્ટે પોતાનો વિસ્તૃત અભ્યાસ પૂરો કરી લીધો છે.

FSSAIનો પ્રસ્તાવ

FSSAIએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી પેકેજ્ડ ફૂડ પર Front-of-Pack Labeling (FoPL) લાગુ કરવાની યોજના રજૂ કરી છે. પ્રસ્તાવ અનુસાર, જે ઉત્પાદનોમાં નિયત મર્યાદા કરતાં બે કે તેથી વધુ હાનિકારક તત્વોનું પ્રમાણ વધુ હોય તેવા પેકેટના આગળ સ્પષ્ટ દેખાતું લાલ રંગનું ષટ્કોણ (Hexagonal) ચેતવણી ચિહ્ન મૂકવામાં આવશે.

FSSAI મુજબ નવી વ્યવસ્થા બે તબક્કામાં અમલમાં આવશે. પ્રથમ તબક્કામાં એવા ખાદ્યપદાર્થો આવરી લેવામાં આવશે જેમાં નિર્ધારિત સ્તર કરતાં એડેડ ફેટ, એડેડ શુગર અને સોડિયમ પૈકીના બે અથવા વધુ તત્વો વધારે પ્રમાણમાં હોય. બીજા તબક્કામાં તે પ્રોડક્ટ્સ પણ આવરી લેવામાં આવશે જો કોઇ એક તત્વનું પ્રમાણ પણ નિયત મર્યાદાથી વધુ નિકળે.

FSSAIએ જણાવ્યું છે કે નિયમોમાં વિધિવત સુધારા થયા બાદ આ લેબેલિંગની વ્યવસ્થા સમગ્ર દેશમાં ફરજિયાત કરવામાં આવશે.