ગૂગલે એઆઇ મોડમાં જાહેરાતો શરૂ કરી
ગૂગલે તેના સર્ચના એઆઇ મોડમાં જાહેરાતો દાખલ કરી છે. આ જાહેરાતો મે 2025થી શરૂ થઈ હતી અને પહેલાં ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપલબ્ધ હતી. હવે એ સુવિધા ભારત સહિત 10 બીજા દેશોમાં વિસ્તારી દેવામાં આવી છે.
એઆઇ જવાબોની વચ્ચે આપેલ એડ પર ‘સ્પોન્સર્ડ’ લેબલ દેખાશે અને ગૂગલના જણાવ્યા અનુસાર યુઝર્સને તે ઉપયોગી લાગી રહી છે.
કયા દેશોમાં ઉપલબ્ધ થશે એઆઇ મોડમાં જાહેરાતો
હવે નીચેના 10 દેશોમાં એઆઇ મોડમાં જાહેરાતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે: ભારત, ઑસ્ટ્રેલિયા, કનેડા, કેન્યા, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, નાઇજિરિયા, પાકિસ્તાન, ફિલિપાઇન્સ, અને સિંગાપોર. ત્યારબાદ બ્રાઝિલ, મેક્સિકો અને યુકેમાં પણ એઆઇ મોડમાં જાહેરાતો જોવા મળશે.
વિજ્ઞાપનો કેવી રીતે દેખાશે
ગૂગલ જણાવે છે કે એઆઇ મોડમાં બતાવવામાં આવતી જાહેરાતોને ‘સ્પોન્સર્ડ’ લેબલ સાથે એઆઇ મોડના જવાબોની વચ્ચે દર્શાવવામાં આવશે. યુએસમાં આગળના તબક્કામાં ગૂગલ ‘મલ્ટિટર્ન’ એડ પણ લોન્ચ કરશે, જેનો અર્થ એ છે કે પ્રથમ જવાબમાં જાહેરાતની રજૂઆત બાદ આગળના પૂરક પ્રશ્નોના જવાબમાં પણ જાહેરાતો દેખાઈ શકે છે.
વિજ્ઞાપકો માટે શું બદલાશે
ગૂગલ કહે છે કે જો કોઈ કંપની ગૂગલ નેટવર્ક પર ગૂગલ એડ્સ દ્વારા જાહેરાત આપતી હોય તો આ જાહેરાતો એઆઇ મોડમાં પણ દેખાશે. હાલના સર્ચ, શોપિંગ અને પરફોર્મન્સ મેક્સ કેમ્પેઇનમાં ચાલી રહેલા બજેટમાં જ એઆઇ મોડ માટે જાહેરાતો ઉમેરવામાં આવશે અને તેમાં જુદી ફી ચુકવવાની જરૂર નથી.
ગૂગલનું દાવો અને બજાર પ્રતિક્રિયા
ગૂગલનું કહેવું છે કે તેની અંદરના રિસર્ચ અનુસાર લોકોને એઆઇ મોડમાં બતાવવામાં આવતી જાહેરાતોમાં કોઈ ખાસ અસ્વીકાર્યતા નથી અને તેઓ તેને ઉપયોગી સમજે છે. સમાચાર અનુસાર આ આલ્ફાબેટના શેરમાં થયેલા મોટા ધોવાણ પછી આવકના નવા રસ્તા શોધવાની પ્રક્રિયાનો ભાગ છે, જેમાં એક જ દિવસમાં આલ્ફાબેટના શેરમાં ૪૭૫ અબજ ડોલરનું ધોવાણ નોંધાયું છે.