અમેરિકા મિડટર્મ: રોયટર્સ-ઇપ્સોસ સર્વેમાં ડેમોક્રેટ્સ 46% સાથે આગળ, 4 નવેમ્બરના મતદાન પહેલાં રિપબ્લિકન 38% પર પાછળ

અમેરિકા મિડટર્મ ચૂંટણી 2023

અમેરિકામાં સંસદની મિડટર્મ ચૂંટણી માટે મતદાન શરૂ થવાના કલાકો પહેલાં રોયટર્સ-ઇપ્સોસના સર્વેમાં રિપબ્લિકન પક્ષની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો છે. સર્વે અનુસાર ડેમોક્રેટિક પાર્ટીને 46% સમર્થન મળ્યું છે જ્યારે રિપબ્લિકન પાર્ટીને 38% મળ્યાં છે. ભારતીય સમય મુજબ મતદાનની પ્રક્રિયા 4 નવેમ્બરની સવારથી શરૂ થઈ રહી છે.

સર્વેમાં મોંઘવારીને મુખ્ય ચિંતાનો વિષય બતાવવામાં આવ્યો છે અને આ ચૂંટણી ચક્રનો કુલ ખર્ચ આશરે 12 અબજ ડૉલર સુધી પહોંચવાની અપેક્ષા છે. રોયટર્સ-ઇપ્સોસ સર્વેના મુખ્ય તારણો દર્શાવે છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા નોંધપાત્ર રીતે ઘટી છે અને તેનો ફાયદો ડેમોક્રેટિક પાર્ટીને મળી રહ્યો છે.

સર્વે મુજબ 50% અપક્ષ (swing) મતદારો માને છે કે તેમનો મત ટ્રમ્પની નીતિઓના વિરોધમાં જશે. પક્ષો પ્રમાણે મતદાન ઉત્સાહ માપવામાં ડેમોક્રેટ સમર્થકોમાં 49% ઉત્સાહ જોવા મળ્યો છે જ્યારે રિપબ્લિકન સમર્થકોમાં આ આંકડો 33% રહ્યો છે.

મતદાનની શરૂઆત અને મોંઘવારીનો પ્રભાવ ભારતીય સમય મુજબ મતદાન 4 નવેમ્બરથી શરૂ થઇ રહ્યું છે. સર્વેમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે 78% લોકોએ વધતી મોંઘવીને સૌથી મોટા મુદ્દા તરીકે ઓળખાવ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પોતાના આર્થિક નિર્ણયોના રક્ષણ કરતા દાવો કર્યો છે કે લોકોની આવક ઐતિહાસિક સ્તરે વધી છે અને ગરીબી ઘટી છે, પરંતુ સર્વે દર્શાવે છે કે મોંઘવારી અંગેની જનતાની ચિંતા હજુ પ્રબળ છે.

ચૂંટણી ખર્ચ અને પ્રચાર વિતરણ ફેડરલ ઇલેક્શન કમિશનના ડેટા અને ઓપનસીક્રેટ્સના વિશ્લેષણ પ્રમાણે, આ ચૂંટણી ચક્રમાં કુલ ખર્ચ આશરે 12 અબજ ડૉલર સુધી પહોંચી શકે છે અને તે અત્યારસુધીની મિડટર્મ ચૂંટણીમાં સૌથી મોંઘી બની શકે છે. સોર્સ મુજબ સીનેટની લડાઈઓમાં રિપબ્લિકન પક્ષે પ્રચાર પર 947 મિલિયન ડૉલર ખર્ચ્યા છે, જ્યારે ડેમોક્રેટ્સે 320 મિલિયન ડૉલર ખર્ચ્યા છે.

સેનેટની સીટો અને કૃતિપ્રધાન ટક્કર સેનેટની કુલ 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે અને તેમાં સૌથી રસપ્રદ રીતે 7 બેઠકો પર કડક ટક્કર ચાલી રહી છે. આ 7માંથી 6 બેઠકો હાલમાં રિપબ્લિકન કબજામાં છે અને 1 પર ડેમોક્રેટ કબજો છે. આ બેઠકોના પરિણામથી સીનેટમાં કઈ પાર્ટીની બહુમતી થાય તે નક્કી થશે.

ડિસિઝન ડેસ્ક મુખ્યાલયના અનુમાન પ્રમાણે પરંપરાગત રીતે રિપબ્લિકન ગઢ મનામાતા ટેક્સાસ અને કેન્સાસમાં ડેમોક્રેટિક ઉમેદવારો જીત તરફ આગળ વધી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આવા પરિણામો ઐતિહાસિક થઇ શકે છે, કારણ કે કેન્સાસમાં 1932 પછી અને ટેક્સાસમાં 1988 પછી ક્યારેય ડેમોક્રેટિક સિનેટર ચૂંટાયા નથી.

ભારતીય મૂળના ઉમેદવારો આ મિડટર્મ ચૂંટણીમાં ઘણા ભારતીય મૂળના ઉમેદવારો પણ મેદાનમાં છે. તેમાં ઓહાયોના ગવર્નર પદ માટે વિવેક રામાસ્વામી સહિત સંસદ, રાજ્ય અને સ્થાનિક સ્તરના સીટો પર અનેક ભારતીય-અમેરિકન નેતાઓ ભાગ લઈ રહ્યા છે.