અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની શરૂઆત
અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ કોરિડોર માટે ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન કરીનગરના બેંગલુરુ સ્થિત BEML ફેસિલિટી ખાતે બનાવવાની કામગીરી શરૂ થઈ છે. ટ્રેનની મહત્તમ ટેસ્ટ સ્પીડ 280 કિમી પ્રતિ કલાક અને ઓપરેશનલ સ્પીડ 249 કિમી પ્રતિ કલાક રહેવાની છે.
ટ્રેનની વિશેષતાઓ
ટ્રેનમાં કુલ 8 કોચ અને આશરે 557 બેઠકો હશે અને તેને ભારતીય પરિસ્થિતિઓ અને મુસાફરોની સુરક્ષા-સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. ટ્રેનમાં 4 મોટર કોચ અને 4 ટ્રેઇલર કોચ હશે, જે 202 મીટર લાંબી હશે.
મુસાફરો માટે સુવિધાઓ
દિવ્યાંગ મુસાફરો માટે 2 વિશેષ સીટ રાખવામાં આવી છે અને ટ્રેનમાં દિવ્યાંગ-ફ્રેન્ડલી શૌચાલય અને બ્રેઈલ લિપિ આધારિત સાઇનેજની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરો માટે આરામદાયક અર્ગોનોમિક સીટ્સ અને પૂરતી લેગરૂમ ઉપલબ્ધ છે.
ડિજિટલ અને ઇમરજન્સી સુવિધાઓ
ટ્રેનમાં દરેક સીટ પર લેપટોપ અને મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ છે, તેમજ ઇમરજન્સી ટોક-બેક યુનિટ દ્વારા ટ્રેન ક્રૂ સાથે તરત સંવાદ કરવાની વ્યવસ્થા છે.
પાવર અને બ્રેકિંગ સિસ્ટમ
ટ્રેન 25 kV, 50 Hz સિંગલ-ફેઝ AC ટ્રેક્શન સિસ્ટમ પર દોડશે અને તેમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે બ્રેકિંગ દરમિયાન ઉર્જા ફરી ઉત્પન્ન કરશે.