દિલ્હીમાં કોંગ્રેસ mock સંસદ
નવી દિલ્હી, 5 કલાક પહેલા — ઇંડિયા ગઠબંધન દ્વારા આજે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને રસ્તા પર ‘મોક સંસદ’ યોજાશે. એમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જાહેર મહાભિયોગ યોજવાની યોજના છે અને કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર કરશે, સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી હતી.
સૂત્રોએ જણાવ્યું છે કે ખડગે મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરશે અને પ્રસ્તાવ પસાર થાય તે પહેલાં રાહુલ ગાંધી સમાપન ભાષણ કરશે. આ mock સંસદ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી વિપક્ષની ‘મત બચાવો, દેશ બચાવો’ રેલી પહેલાં યોજાઇ રહી છે.
વિપક્ષ SIR અને ચૂંટણી પંચની કામગીરીના વિરોધમાં મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી રહ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુરુવારે નવી દિલ્હી રામલીલા મેદાનની મુલાકાત લીધી અને 1 નવેમ્બરની રેલીની તૈયારીઓની સમીક્ષા કરી.
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પણ 1 નવેમ્બરની રેલીને સમર્થન આપ્યું છે. CJP નેતા આશુતોષ રાંકાએ કહ્યું કે પાર્ટીના સમર્થકો રામલીલા મેદાનમાં યોજાનારી રેલીમાં ભાગ લઈ શકે છે અને પાર્ટીએ INDIA બ્લોકમાં જોડાવા અંગે કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક માંગ્યો છે.
રાહુલ ગાંધીએ 29 ઓક્ટોબે વિદ્યાર્થી સંગઠનોને 1 નવેમ્બરના દિલ્હી ‘ચાલો’ માર્ચમાં આવવાની અપીલ કરી છે. તેમણે X પર વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે પોલીસના લાઠીચાર્જની ચિંતા ન કરશો અને ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ કોઈ એક રાજકીય પાર્ટીની રેલી નથી, પરંતુ ભારતની આત્મા અને બંધારણને બચાવવા માટેની રેલી છે.
INDIA બ્લોકના નેતાઓ SIR અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઇને 6થી 13 ઑક્ટોબરની વચ્ચે 8 વખત પ્રદર્શન કરી ચુકયા છે. કોકરોચ જનતા પાર્ટી અને ડાબેરી પક્ષે પણ 10 ઓક્ટોબરે આ જ મુદ્દે પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું, પરંતુ દિલ્હી પોલીસ તેની મંજૂરી ન આપી હતી.
આ વચ્ચે શહેરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું, 45 મેટ્રો સ્ટેશન બંધ પડ્યા અને 7 હજારથી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી, સૂત્રોએ જણાવ્યું.