મેલાનિયા ટ્રમ્પની મધ્યસ્થતા
અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની મધ્યસ્થતાથી રશિયા અને યુક્રેન વચ્ચે ઓલેશકીમાં સીઝફાયર પર સહમતિ સધાઈ છે. વ્હાઇટ હાઉસની સત્તાવાર પુષ્ટિ અનુસાર આ સીઝફાયર 29 ઓક્ટોબર 2026 થી અમલમાં આવશે.
કરારનો મુખ્ય હેતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નિર્દોષ નાગરિકોને જીવનરક્ષક માનવતાવાદી સહાય પૂરી પાડવી અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો છે. મેલાનિયાની મધ્યસ્થતા અને ટ્રમ્પની દાવા રિપોર્ટ મુજબ મેલાનિયા ટ્રમ્પે બેક-ચેનલ ડિપ્લોમસી દ્વારા રશિયા અને યુક્રેન બંનેને ઓલેશકીમાં લશ્કરી કાર્યવાહી અસ્થાયી રૂપે રોકવા માટે જરૂરી સમજૂતી સુધી પહોંચાડી.
મેલાનિયાએ કહ્યું, “એ વાત બિલકુલ સ્પષ્ટ હતી કે, મારા સીધા હસ્તક્ષેપ વિના શહેરમાં માનવતાવાદી સહાય પહોંચાડવી અને અસહાય લોકોને ત્યાંથી બહાર કાઢવા પૂરતા પ્રમાણમાં અશક્ય હતા.”
સંબંધિત રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પગલાં ડોનાલ્ડ ટ્રંપના દાવાઓથી વિપરીત છે; ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરતા રહ્યા છે કે તેઓ “24 કલાક”માં યુદ્ધ રોકી શકે છે.
ઓલેશકીની હાલની સ્થિતિ
ઓલેશકી ખેરસોન વિસ્તારમાં નિપ્રો નદીના કિનારે આવેલું વ્યૂહાત્મક શહેર છે. રિપોર્ટ મુજબ કાખોવકા ડેમ તૂટ્યા બાદ શહેરનો લગભગ 90% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. હાલમાં અહીં માત્ર 1700 થી 2000 લોકો અને આશરે 50 બાળકો જ બચ્યા હોવાનું જણાવાયું છે.
સીઝફાયર હેઠળ ચાલનારી વ્યવસ્થાઓ બંને પક્ષોના બિન-લશ્કરી વહીવટી પ્રતિનિધિઓ ઘરોની મુલાકાત લઈને દવાઓ, ખોરાક અને પીવાનું પાણી પૂરું પાડશે. નાગરિકોને સુરક્ષિત રીતે બહાર નીકળવાના ‘સેફ પેસેજવે’ આપવામાં આવશે. નાગરિકો પોતાની મરજી મુજબ રશિયા કે યુક્રેનના સુરક્ષિત વિસ્તારો તરફ જઈ શકશે.
પારદર્શિતા જાળવવા માટે એક સ્વતંત્ર અમેરિકી મીડિયા સંગઠન જમીન પર હાજર રહી સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશનનું નિરીક્ષણ કરશે. વિશ્લેષકોનું મૂલ્યાંકન વિશ્લેષકોના મતે, ભલે આ સીઝફાયર માત્ર એક શહેર સુધી સીમિત હોય, જોકે યુદ્ધ શરૂ થયા પછી પહેલીવાર એવું નોંધાયું છે કે બંને પક્ષોએ કોઈ અમેરિકી મધ્યસ્થની પ્રવૃત્તિને માન્યતા આપીને હથિયારો નીચે મૂક્યા હોય.