કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ કે આશરે 150 માણસોનો સમાવેશ થઈ શકે તેવો ધાર્મિક પ્રસંગમાં નિઃશુલ્ક વાપરવા માટે આપવામાં આવશે.
ગૌસેવા, પ્રાકૃતિક ખેતી અને નિઃશુલ્ક ધાર્મિક સુવિધાઓ સાથે કિશાન ગૌશાળા બની રહી છે સેવાભાવનું કેન્દ્ર

ઉતરાયણ ભારતીય સંસ્કૃતિમાં એક પવિત્ર અને આસ્થાભર્યો ઉત્સવ માનવામાં આવે છે. આ પાવન અવસરે દાનનું વિશેષ મહત્વ છે અને ગૌમાતા માટે કરેલું દાન સર્વશ્રેષ્ઠ ગણાય છે. ગૌમાતા માતૃત્વ, કરુણા અને પવિત્રતાનું પ્રતિક છે. શાસ્ત્રોમાં ગાયનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ગૌમાતા માટેનું દાન સુખ, સમૃદ્ધિ અને સદગતિ લાવનારું માનવામાં આવે છે. ઉતરાયણના પર્વે ગૌમાતા માટે દાન કરવું સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું સુંદર સંયોજન છે.

રાજકોટ શહેરની ભાગોળે આવેલી ‘કિશાન ગૌશાળા’માં આશરે 2300 જેટલા ગૌમાતા સહિત અબોલ પશુઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે. આ ગૌશાળામાં રસ્તે રઝડતા, બિનવારસી, અંધ, અપંગ, બીમાર તેમજ લૂલા-લંગડા પશુઓને આશ્રય આપવામાં આવે છે. જો કોઈ પશુ બીમાર હોય તો તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને સંપૂર્ણ સેવાચાકરી રાખવામાં આવે છે. કિશાન ગૌશાળાની વિશેષતા એ છે કે સંસ્થાને કોઈ કાયમી ભંડોળ કે નિયમિત આવકનું સાધન નથી અને સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના સહયોગ અને શ્રીદાન પર આધારિત છે.

ઉત્તરાયણ પર્વ નિમિત્તે કિશાન ગૌશાળાને અનુદાન આપવા અપીલ
પ્રવર્તમાન મોંઘવારીની પરિસ્થિતિમાં ગૌસેવા અને જીવદયા જેવી પ્રવૃત્તિઓ ચલાવવી ખૂબ મુશ્કેલ બની છે, છતાં પણ કિશાન ગૌશાળા અવિરત રીતે આ સેવાકાર્યમાં લાગી રહી છે. ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગૌમૂત્ર, જૂની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વગેરે રાહત ભાવે બનાવી આપવામાં આવે છે.
કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અભિયાન પણ ચલાવવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત ખેડૂતોને ફળાઉ વૃક્ષો, દેશી વૃક્ષો, ઔષધીય વૃક્ષો વાવવાની માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ શાકભાજીની ખેતી, ડ્રિપ સિસ્ટમ દ્વારા પાણી બચત, ખેતરના શેઢે ખેત તલાવડી બનાવવા સહિત ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. થોરાળા ગામ ખાતે ચંદ્રેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી માટે એક મોડલ ફાર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ખેડૂતો રૂબરૂ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ સમજાવી શકે છે.

કિશાન ગૌશાળામાં આવેલ સત્સંગ હોલ આશરે 150 વ્યક્તિઓ સમાવી શકે તેવો વિશાળ અને સુવિધાસભર છે. આ હોલ કોઈપણ ધાર્મિક પ્રસંગ માટે જાહેર જનતાને સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે. લાઈટ, પાણી અને સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે આ સત્સંગ હોલ ઉપલબ્ધ છે. ચંદ્રેશભાઈ પટેલ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જો કોઈ ધાર્મિક કાર્યક્રમ, ધૂન, ભજન કે કથા માટે જગ્યા ન હોય તો કિશાન ગૌશાળાનો સત્સંગ હોલ નિઃશુલ્ક ઉપયોગમાં લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલી કિશાન ગૌશાળામાં વર્ષ દરમ્યાન આવતા રામનવમી, મહાશિવરાત્રી, હનુમાન જયંતી જેવા પવિત્ર તહેવારો દરમિયાન ‘કામધેનુ ગૌ યજ્ઞ’, ગૌપૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. સાથે જ ભજન, કીર્તન, પ્રવચન, હવન તેમજ ગૌપૂજનમાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તો માટે ભોજન, પ્રસાદ અને ફળાહારની વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ દિવ્ય અનુષ્ઠાનો ગૌસંસ્કૃતિને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.
ઉત્તરાયણ પર્વ નિમિત્તેકિશાન ગૌશાળાને દાન આપવા માટે Bank of Baroda A/C No. : 17400200000427, IFSC Code: BARBOAJIRAJ, ચેક અથવા ડ્રાફ્ટ “કિશાન સેવા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” ના નામે મોકલવા કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ (મો.97252 19761) દ્વારા વિનંતી કરાય છે.
રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. 97252 19761) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.