ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસમાં મુખ્ય આરોપી ઝડપાયો, ભાભર પોલીસે 25 દિવસ બાદ કરી ધરપકડ

ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસ માં 25 દિવસથી ફરાર મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે અજય ઠાકોરને ભાભર પોલીસે ભાવનગરના પાલીતાણા પાસેથી ઝડપી જેલ હવાલે કર્યો.

🔸 બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસની ઘટના

ભાભર તાલુકાના બુરેઠા ગામે દાદી સાસુ હત્યા કેસ સંદર્ભે તારીખ 15/12/2025 ના રોજ ભાભર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું માથામાં ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.

આ પણ વાંચો સાબરકાંઠા સમાચાર


🔸 પરિવારિક ઝગડામાં દાદી સાસુ વચ્ચે પડતા હત્યા

ફરિયાદી બળવંતજી ઠાકોરની દિકરી આરતીબેન છેલ્લા છ મહિનાથી પીયર રહી હતી. તેણીને તેડવા માટે ફરીયાદીનો જમાઈ ત્રણ અજાણ્યા ઈસમો સાથે બુરેઠા ગામે આવ્યો હતો. આ દરમિયાન થયેલા ઝગડામાં દાદી સાસુ જીજીબેન ઠાકોર વચ્ચે પડતા માથાના ભાગે ઘાતક ઇજા લાગતા તેમનું મોત થયું હતું.


Bhabhar Police arrested main accused in Buretha murder case
Bhabhar Police arresting the main accused in the Buretha village murder case

🔸દાદી સાસુ હત્યા કેસભાભર પોલીસ દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી

આ હત્યા પ્રકરણમાં ફરીયાદી બળવંતજી ઠાકોરે જમાઈ સહિત ચાર વ્યક્તિઓ સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભાભર પોલીસે હત્યા સહિતની કલમો લગાવી તપાસ શરૂ કરી હતી. જેમાં ત્રણ અજાણ્યા આરોપીઓને તાત્કાલિક ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.


🔸 દાદી સાસુ હત્યા કેસ : 25 દિવસ બાદ મુખ્ય આરોપીની ધરપકડ

બુરેઠા ગામ દાદી સાસુ હત્યા કેસમાં મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે અજય રામજી ઠાકોર પોલીસની ધરપકડથી બચવા ફરાર થયો હતો. ભાભર પી.આઈ. શ્રી એસ.ડી. ચૌધરી દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.


🔸 ભાવનગર પાલીતાણા પાસેથી આરોપી ઝડપાયો

પોલીસે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ માહિતીના આધારે મુખ્ય આરોપી ભાવનગર જિલ્લાના પાલીતાણા વિસ્તાર તરફ હોવાનું જાણવા મળતાં ભાભર પોલીસની ટીમને ત્યાં રવાના કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મુકેશ ઉર્ફે અજય રામજી ઠાકોરને ઝડપી ભાભર પોલીસ મથકે લાવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Comment