સાબરકાંઠા જિલ્લાના દિયોલી ખાતે Shivshakti Vidyamandirમાં શિક્ષક J.J. Desai સાહેબના નિવૃત્તિ અવસરે ભવ્ય સન્માન સમારોહ યોજાયો, 600થી વધુ વિદ્યાર્થીઓને ગિફ્ટ.
ઈડર તાલુકાના દિયોલી ખાતે Shivshakti Vidyamandirમાં વયનિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દિયોલી ગામ સ્થિત શ્રીમતી એમ.જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર ખાતે રવિવારે શાળાના પટાંગણમાં શિક્ષકશ્રી જશુભાઈ જે. દેસાઈ (J.J. Desai) સાહેબના વયનિવૃત્તિ નિમિત્તે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ અવસરે ૧૯૯૧થી ૨૦૨૫ સુધીના ૬૦૦થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને શાળાના હિતેચ્છુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની વિશેષતાઓ – કોણે શું કહ્યું?
આ સમારંભના અધ્યક્ષ પ.પૂ. મહંત શ્રી તુલસીદાસ મહારાજ (વિરેશ્વર કુટિર આશ્રમ) રહ્યા હતા. મહેમાન તરીકે ભગવાનભાઈ પ્રજાપતિ (માથાસુર), સાબરકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ નિરીક્ષક અને હાલ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ નિરીક્ષક શ્રીમતી તરૂણાબેન દેસાઈ, ઈડર કોલેજ ટ્રસ્ટના મંત્રી શ્રી જીતુભાઈ એમ. દેસાઈ, આંજણા પાટીદાર હિતવર્ધક મંડળના પ્રમુખશ્રી, તેમજ સંસ્થાના ભૂતપૂર્વ શિક્ષક અને હાલમાં નવારેવાસ હાઈસ્કૂલના આચાર્યશ્રી નરેશભાઈ સુથાર સહિત અનેક માનનીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
👉 વધુ વાંચો: બનાસકાંઠા સમાચાર
૬૦૦થી વધુ વિદ્યાર્થીઓને ગિફ્ટ, ત્રણ ગામ માટે ભોજન
વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે, ૧૯૯૧થી ૨૦૨૫ દરમિયાનના લગભગ ૬૦૦થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ હાલના તમામ વિદ્યાર્થીઓને J.J. Desai સાહેબ દ્વારા સ્મૃતિચિહ્ન સ્વરૂપે ગિફ્ટ આપવામાં આવી હતી. આ ઉપરાંત દિયોલી, મસ્તુપુર અને કુશ્કી – ત્રણેય ગામના તમામ પરિવારોને ભોજન આપવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમનું સંચાલન
કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી પ્રકાશચંદ્ર પટેલે મહેમાનોનું સ્વાગત અને પરિચય આપ્યો હતો. નિવૃત્ત થનારા જશુભાઈ દેસાઈના સન્માનપત્રનું વાચન શાળાના ક્લાર્ક શ્રી ગીરીશભાઈ પટેલે કર્યું હતું. આભારવિધિ જગદીશભાઈ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સંદીપ પટેલ “કસક” સાહેબે કર્યું હતું, જ્યારે ફોટોગ્રાફી અને વિડિયો શૂટિંગ અશોકભાઈ પટેલ (દિયોલી) દ્વારા કરવામાં આવ્યું હતું.

ગામમાં સમૂહ ઉત્સવનો માહોલ
આ સમારોહે દિયોલી સહિત આસપાસના ગામોના તમામ પરિવારોને એકત્રિત કર્યા હતા. ગામના યુવાનોના ઉત્સાહ અને સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો. સમાજના વિવિધ વર્ગના લોકોની હાજરીએ શિક્ષકશ્રી J.J. Desai સાહેબના શિક્ષણક્ષેત્રના યોગદાનને ગૌરવભર્યા સ્વરે ઉજાગર કર્યું.
👉 વધુ વાંચો: સાબરકાંઠા સમાચાર