મલાડમાં પરિવારએ 4 વર્ષ સુધી મૃતદેહ ફ્રીઝરમાં રાખ્યો
મુંબઇના મલાડમાં 80 વર્ષના એક વ્યક્તિનું મૃતદેહ તેમના પરિવાર દ્વારા ભાવનાત્મક જોડાણને કારણે લગભગ 4 વર્ષ સુધી ફ્રીઝરમાં રાખવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા અંતિમ સંસ્કાર ન થયા અને આ પ્રક્રીયામાં ₹50 લાખથી વધુનો ખર્ચ કરાયો હોવાનું રજૂઆતોમાં જણાવ્યું છે.
પોલીસને મળેલી માહિતી અનુસાર, પરિવાર શરૂમાં મૃતદેહને પોતાના મલાડ સ્થિત ઘરનાં ફ્રીઝરમાં રાખતો હતો. મૃત્યુનાં કારણ અને પરિવારની સ્થિતિ પોલીસ અને રિપોર્ટ મુજબ, મૃતકનું 2022માં કેન્સર, કીડની ફેલ્યર અને ઉંમર સંબંધિત બીમારીઓના કારણે નિધન થયું હતું. પરિવારમાં તેમની પત્ની અને બે સંતાનો છે, જેમાં એક પુત્રી વકીલ છે.
સબંધીઓ અને પાડોશીઓને પણ આ બનાવાની જાણ હતી. સ્થળાંતર અને ડિસ્પેન્સરી જ્યારે તેમના રહેણાંક ઇમારતને તોડી ફરીથી બનાવવાનું કામ શરૂ થયું ત્યારે પરિવારએ મૃતદેહને નજીકની એક સ્થાનિક ડિસ્પેન્સરીમાં રાખવાડ્યું હતું. પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે, તે ડિસ્પેન્સરી આશરે એક મહિના પહેલા બંધ થઈ છે.
પોલીસી તપાસ કુરાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું છે કે, પોલીસએ માહિતી મેળવી તપાસ કરી છે અને કોઈ ગેરરીતિની આશંકા નથી. પોલીસે જણાવ્યું કે, મૃત્યુ કુદરતી કારણોસર થયું હતું અને આ મામલે કોઈ કેસ નોંધાયો નથી.
આગામી યોજના પોલીસને મળેલી માહિતી પ્રમાણે, પરિવાર હાલમાં મૃતદેહને અમેરિકાની એવી સુવિધામાં મોકલવા પર વિચાર કરી રહ્યો છે, જ્યાં શરીરને લાંબા સમય સુધી ક્રાયોપ્રિઝર્વેશન ટેક્નોલોજી દ્વારા ખૂબ નીચા તાપમાન પર જાળવવામાં આવે છે. પરિવાર વધુ આયોજન અને વ્યવસ્થા વિશે વિચારણા કરી રહ્યું છે.