રણજી ટ્રોફી 2026માં અનોખી ઘટના
રણજી ટ્રોફી 2026માં રાજસ્થાન અને રેલવે વચ્ચે રમાઈ રહેલી મેચમાં અનોખી અને કમનસીબ ઘટના બની. રાજસ્થાનના બેટ્સમેન સચિન યાદવ અને કરણ લામ્બા બંને વ્યક્તિગત રીતે 194 રનમાં આઉટ થયા, જેના કારણે બંને પોતાની ડબલ સેન્ચુરી ચૂકી ગયા. ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં કુલ 497 રન બનાવ્યા.
ખેલાડીઓની વ્યક્તિગત ઇનિંગ્સમાં, સચિન યાદવે 358 બોલનો સામનો કરી 22 ચોગ્ગા અને 4 છગ્ગા માર્યા અને 194 રન બનાવીને રાજ ચૌધરીની ઓવરમાં આઉટ થયા. કરણ લામ્બાએ 284 બોલમાં 19 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 194 રન બનાવીને કુણાલ યાદવની ઓવરમાં આઉટ થયા.
ટીમનો સ્કોર અને ઇનિંગ્સની તસવીર બન્ને બેટ્સમેનની ભવ્ય ઇનિંગ્સથી રાજસ્થાને પોતાની પ્રથમ ઇનિંગ્સમાં 497 રનનો વિશાળ સ્કોર ખડકાવ્યો અને ઓલઆઉટ થયો. બોલિંગમાં રેલવે તરફથી આદર્શ સિંહ (3 વિકેટ), કુણાલ યાદવ (3 વિકેટ) અને રાજ ચૌધરી (3 વિકેટ) સફળ રહ્યા. રાજસ્થાન તરફથી મોહિત ચાંગરાને 1 વિકેટ મળી છે.
બીજા દિવસેના અંતે રેલવેનો સ્કોર 46/1 હતો, જે 24 ઓવર્સમાં નોંધાયો. રેલવે હજુ રાજસ્થાનના સ્કોરથી 451 રન પાછળ છે.