અમદાવાદ કોફી શોપમાં પર્સ ચોરી
અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી કોફી શોપમાં એક અજાણી યુવતી દ્વારા ટેબલ પર મૂકેલા પર્સની ચોરી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના 26મી સપ્ટેમ્બરના રોજ બની હોવાનું જણાવાય છે અને સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. પર્સમાંથી 15,000 રૂપિયા રોકડ અને એક અમેરિકન એક્સપ્રેસ કંપનીનું ક્રેડિટ કાર્ડ ચોરી ગયું હતું. પછી તે ક્રેડિટ કાર્ડથી કુલ 27,000 રૂપિયાની ખરીદી થયેલી હોવાનું સામે આવ્યું છે.
નવરંગપુરા પોલીસ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. CCTV માં કેદ ઘટનાક્રમ માટે મળતી માહિતી અનુસાર, ત્રાગડમાં રહેતા અને શહેરમાં એનાઇટાઈમ ફિટનેસ જીમ ચલાવતા રવિન્દ્ર યાદવ 26મી સપ્ટેમ્બરના બપોરે લો ગાર્ડન નજીકની આ કોફી શોપમાં બેઠા હતા. તેઓને ફોન આવ્યા બાદ તેઓ પોતાની બેગ ટેબલ પર જ રાખીને બહાર ગયા હતા.
સીસીટીવી ફૂટેજમાં એક અજાણી યુવતિ ટેબલ પાસે આવી એવી રીતે વર્તે છે કે તેણે પોતાની બેગ રવિન્દ્રની બેગના નજીક મુકીને અંદરથી પર્સ કાઢી લીધી અને ફરાર થઇ ગઈ. રવિન્દ્રએ તપાસ કરતાં પર્સ ગાયબ હોવાનું નોંધ્યું. પર્સમાં 15,000 રૂપિયા રોકડ અને અમેરિકન એક્સપ્રેસનું ક્રેડિટ કાર્ડ હતુ.
તપાસમાં જાણવા મળ્યું કે ચોરી ગયેલા કાર્ડનો ઉપયોગ કરીને અલગ અલગ જગ્યાઓ પરથી કુલ 27,000 રૂપિયાની ખરીદી કરી ગઇ હતી. રવિન્દ્રે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસ સીસીટીવી ફૂટેજ તેમજ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સની વિગતો શોધી રહી છે.