દરેક લોકો ST બસોમાં મુસાફરી કરતાં જ હોય છે પણ શું તમને ખબર છે ST બસોમાં સૂર્યનગરી, આશ્રમ, દમણ ગંગા આવા શબ્દો જ કેમ લાહવામાં આવે છે? આજે અમે તમને આ પ્રશ્નનો જવાબ આપશુ. આ શબ્દો લખવા પાછળ એક રસપ્રદ વાત છે.

જો તમે ગુજરાતી છો અને ST બસોમાં મુસાફરી કરો છો તો તમારા મન માં આ સવાલ એક વાર જરૂર ઉદભવ્યો હશે બરાબર ને? તો ચાલો જાણીએ ગુજરાત ની એસટી બસની ઉપર અમુક ચોક્કસ નામ જ કેમ લખેલા હોય છે.

ST બસોમાં સૂર્યનગરી કેમ લખેલું હોય છે?

વાત એમ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વહીવટી સમજવાની સરળતા માટે કુલ 16 વિભાગોમાં વહેંચવામાં અવાયું છે અને આપણે બધા જણી છીએ કે ગુજરાતમાં સરકારી બસોને GSRTC ઓપરેટ કરે છે. તમને ખબર છે GSRTCનું પૂરું નામ શું છે? “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન”.

એટલે દરેક એસ.ટી. બસ ક્યા વિભાગની છે તેની ઓળખ માટે નિગમ દ્વારા બસના વિભાગનું નામ લખવામાં આવે છે. અને સરળતા રહે એ માટે વિભાગના નામમાં તે ત્યાંની નદી કે પ્રખ્યાત સ્થળનું નામ બસની આગળના ભાગે લખવામાં આવે છે. એટલે કે ભૂજ અને રાજકોટ ડેપોની બસો ઉપર તે વિસ્તારનું નામ લખવામાં આવે છે. હવે એ વાત નોંધનીય છે કે GSRTCએ બધા જ વિભાગોની બસો પર અલગ-અલગ નામ લખ્યા છે.

ST બસોમાં સૂર્યનગરી

એટલે કે અમદાવાદ વિભાગની બસો પર “આશ્રમ” નામ, અમરેલી વિભાગની બસો પર ‘ગિર”;, ભરુચ વિભાગની બસો પર ‘નર્મદા’,ભાવનગર વિભાગની બસો પર ‘શેત્રુંજય’ લખેલું હોય છે.

આ સાથે જ ભૂજ વિભાગની બસો પર ‘કચ્છ’ તો ગોધરા વિભાગની બસો પર ‘પાવાગઢ’ અને હિમ્મતનગરની બસો પર ‘સાબર’ લખ્યું હોય છે.
આ સાથે જ તમે જોયું હશે કે જામનગર વિભાગની બસો પર ‘દ્વારકા’ , જુનાગઢ વિભાગની બસો પર ‘સોમનાથ’, મહેસાણા વિભાગની બસો પર

વધુમાં વાંચો :- આધારને લગાવો માસ્ક! આ રીતે માસ્ક્ડ આધાર ડાઉનલોડ કરો, વિગતોની ચોરી થવાનું જોખમ ખતમ

“મોઢેરા“ તો નડિયાદ વિભાગની બસો પર “અમુલ“ લખેલું હોય છે.

આ સિવાય પાલનપુર વિભાગની બસો પર “બનાસ“, રાજકોટ વિભાગની બસો પર “સૌરાષ્ટ્ર“, સુરત વિભાગની બસો પર “સૂર્યનગરી“, વડોદરા વિભાગની બસો પર “વિશ્વામિત્રી“ અને વલસાડ વિભાગની બસો પર “દમણ ગંગા“ લખવામાં આવે છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *