આપણે બધાને ખબર છે કે Whatsapp એ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે અને અબજો લોકો તેનો ઉપયોગ કરે છે. આ માટે જ યુઝર્સની જરૂરિયાતો મુજબ કંપની તેમાં અપડેટ્સ લાવીને નવા ફીચર્સ ઉમેરતી રહે છે. એવામાં હવે વોટ્સએપ તેના યુઝર્સ માટે બધુ એક અદ્ભુત ફીચર્સ લાવી રહ્યું છે.

Whatsapp પર આવ્યુ આ અદ્ભુત ફીચર

આ નવા ફીચર અનુસાર વોટ્સએપના યુઝર્સ હવે રિયલ ટાઈમ વીડિયો રેકોર્ડ કરીને પોતાના ફ્રેન્ડ્સ અને સંબંધીઓને મોકલી શકશે. જણાવી દઈએ કે મેટા દ્વારા એપમાં આ ફીચર દાખલ થયા બાદ લાખો યુઝર્સને ફાયદો થવાનો છે. નોંધનીય છે કે યૂઝર્સ ઘણા સમયથી આવા ફીચર્સની માંગ કરી રહ્યા હતા અને વોટ્સએપનું આ ફીચર હવે જે રીતે વોઈસ મેસેજ કામ કરે છે.

whatsapp status

રિપોર્ટ અનુસાર મળતી જાણકારી અનુસાર Whatsapp યુઝર્સ 60 સેકન્ડ સુધીના રિયલ ટાઈમ શોર્ટ વીડિયો રેકોર્ડ કરી શકે છે અને આ નવું ફીચર વોટ્સએપ દ્વારા વીડિયો રેકોર્ડિંગ ફીચરથી બિલકુલ અલગ હશે.

આ સાથે જ બંને ફીચર્સમાં ઘણો તફાવત જોવા મળશે. એટલે કે આ ફીચરમાં વીડિયો મેળવનાર વ્યક્તિને એ પણ ખબર પડશે કે વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો છે કે નહીં.

વધુમાં વાંચો :- સરકારે ગેસના ભાવને લઈને લીધો મોટો નિર્ણય, હવે મળશે સસ્તા સિલિન્ડર!

જો કે આ ફીચરમાં એ એક સમસ્યા છે કે એ વીડિયોને સ્ક્રીન રેકોર્ડિંગ દ્વારા રેકોર્ડ અને સેવ કરી શકાય છે. હજુ સુધી તેમાં વન ટાઇમ વોચનું ફીચર આપવામાં આવ્યું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *