ઓનલાઈન ભૂલથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર: ભારતમા છેલ્લા થોડા સમયથી ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને નોટબંધી પછી ઘણા વેપારીઓ અને ગ્રાહકોએ UPI દ્વારા પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. ડિજિટલ પેમેન્ટથી ફાયદા થતો હોવાથી લોકો તેને ઝડપથી અપનાવી લીધું છે.
પરંતુ કેટલીકવાર એવું બનતું હોય છે કે એક આંકડાની ભૂલથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ જતા હોય છે.
UPI અથવા નેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ કરતી વખતે, જો એકાઉન્ટ નંબર ખોટો હોય, તો પૈસા બીજા કોઈને જાય છે. અને ચિંતાનું કારણ બની જતું હોય છે.
ઓનલાઈન ભૂલથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર
પરંતુ હવે નિશ્ચિત રહો તમારી રકમ સરળતાથી પાછી મેળવી શકો છો. ખોટા ઓનલાઈન પેમેન્ટના કિસ્સામાં તરત જ ઘરે બેઠા નંબર પર કોલ કરો.
આ પછી, સંબંધિત બેંકમાં જઈને ફોર્મ ભરવાનું રહેશ. જો કે, ચુકવણીના 3 દિવસમાં ફરિયાદ કરવાની રહેશે.
આરબીઆઈની ગાઈડલાઈન મુજબ, જો ભૂલથી તે ખોટા ખાતામાં જાય છે, તો 48 કલાકની અંદર રિફંડ લઈ શકાય છે.
ફરિયાદ માટે કયા નંબર પર ફોન કરવો
જ્યારે પણ UPI અને નેટ બેંકિંગ દ્વારા ખોટા એકાઉન્ટ નંબર પર પેમેન્ટ કરવામાં આવે છે, તો સૌથી પહેલા 18001201740 પર ફરિયાદ કરો.
આ પછી, સંબંધિત બેંકમાં જાઓ અને ફોર્મ ભરો અને તેના વિશે માહિતી આપો. જો બેંક મદદ કરવાનો ઇનકાર કરે, તો તેના વિશે bankingombudsman.rbi.org.in પર ફરિયાદ કરી શકો છો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન અનુસાર જો કોઈ ગ્રાહકના ખાતાની રકમ ઓનલાઈન પેમેન્ટ દરમિયાન ભૂલથી કોઈ બીજાને ટ્રાન્સફર થઈ જાય છે, તો બેંકની જવાબદારી છે કે તે ફરિયાદ પર ધ્યાન આપે અને 48 કલાકની અંદર તેને રિફંડ કરે.
યાદ રાખો કે UPI અને નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કર્યા પછી ફોન પર મળેલા મેસેજને હંમેશા ડિલીટ ન કરો. આ મેસેજમાં PPBL નંબર છે, જે ફરિયાદના સમયે જરૂરી છે.
વધુમાં વાંચો :- ગાજવીજ સાથે વરસાદ: એક વાર હજુ માવઠા માટે ખેડૂતને હેરાની, આગામી દિવસોમાં મેઘરાજા આફત બનશે
ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે હંમેશા સાવચેત રહો અને ખાતરી કરો કે તમે જેને પેમેન્ટ કરવા જઈ રહ્યા છો તેનું નામ અને એકાઉન્ટ નંબર સાચો છે. ચૂકવણી કર્યા પછી, તેની સાથે સંબંધિત સંદેશાઓ વગેરે જેવી વિગતો હંમેશા સુરક્ષિત રાખો.