જો તમારું SBI ATM/ડેબિટ કાર્ડ ખોવાઈ જાય તો તરત જ બ્લોક કરાવો

જો તમારું SBI ATM/ડેબિટ કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું? આજના ડિજીટલ યુગમાં લોકો ઓનલાઈન બેન્કીંગ તરફ ઘણા આગળ વધ્યા છે. હાલમાં ATM/ડેબિટ કાર્ડ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.

આ માટે સૌથી પહેલા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 18001234 અથવા 18002100 પર કોલ કરો.હવે ATM કાર્ડ, UPI અને ઈન્ટરનેટ બેંકિંગને બ્લોક કરવા માટે ‘0’ દબાવવું પડશે.આ પછી, ‘કાર્ડ બ્લોક’નો વિકલ્પ પસંદ કરવા માટે 1 દબાવવાનું રહેશે.

પછી તમને તમારા કાર્ડ અથવા એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંકો દાખલ કરવા માટે કહેવામાં આવશે.હવે તમારે કન્ફર્મ કરવા માટે ફરીથી 1 દબાવવું પડશે.ઉપર જણાવ્યા મુજબ કરવાથી તમારું ATM કાર્ડ બ્લોક થઈ જશે અને તમારા મોબાઈલ પર SMS મોકલવામાં આવશે.

અત્યારે ATM/ડેબિટ કાર્ડનો ઉપયોગ ઘણો વધી ગયો છે.  ખરેખર, લોકો ગમે ત્યાંથી સરળતાથી પૈસા ઉપાડી શકે છે.  બેંક ખુલ્લી છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.

તમે પૈસા ઉપાડી શકો છો. એટલું જ નહીં, તમે ATM/ડેબિટ કાર્ડની મદદથી પણ પૈસા જમા કરાવી શકો છો. તમારે બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં.