પાણીના ટાંકા બનાવવા માટે સરકાર તરફ થી યોજના શરુ

ગુજરાત સરકાર રાજ્યના તમામ ખેડૂતોને લાભો અને સેવા પૂરી પાડવા માટે આઈ-ખેડૂત પોર્ટલ યોજના 2023 શરૂ કરી છે. ગુજરાત સરકારે બાગાયત, મત્સ્યોદ્યોગ, કૃષિ, પશુપાલન, જમીન અને જળ સંરક્ષણ માટે યોજનાઓ શરૂ કરી છે.

ખેડૂતોએ યોજનામાં પ્રવેશ મેળવવા અથવા અરજી કરવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર નથી. આઈ- ખેડૂત પોર્ટલ દ્વારા તમે કમિશન વિના કોઈપણ યોજના માટે સાઇન અપ કરાવી શકો છો. આઈ- ખેડૂત પોર્ટલ તમારો સમય અને પૈસા બચાવશે.

રાજ્યના પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદીમાં કૃષિ વિભાગની સહાય મેળવવા માટે તા.15-05-2023, રોજ સવારે 10.30 વાગ્યાથી આઈ- ખેડૂત પોર્ટલ પર ખેડૂતોની ઓનલાઈન અરજીઓ ખોલવામાં આવશે.

આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતે અરજી કરવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાવાની જરૂર નથી. તેનો ફાયદો એ છે કે વિસ્તારના ખેડૂતો ગમે ત્યારે ઘરે બેસીને સિસ્ટમ વિશે ઓનલાઈન માહિતી મેળવી શકે છે.બિન નોંધાયેલ ખેડૂતો પણ આ ઓનલાઈન સુવિધા દ્વારા, કાર્યક્રમ માટે અરજી કરી શકે છે.