શું તમે જાણો છો કે કંઈ રીતે ઘર બેઠા SBI એકાઉન્ટને અન્ય શાખામાં ફેરવવું?

જો તમે પણ વિચારતા હોવ કે મારું ખાતું એક શાખા માંથી બીજી શાખામાં ફેરવવું છે તો તમે આ કામ ઘર બેઠા કરી શકો છો. અને દરેક નાના કામ માટે બેંકે જવાની જરૂર રહેશે નહીં.

SBI એકાઉન્ટને એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવા માટે, તમારી પાસે બ્રાન્ચ કોડ હોવો જોઈએ જ્યાં તમે તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માગો છો અને તમારો ફોન નંબર SBI એકાઉન્ટમાં રજીસ્ટર થયેલો જરૂરી છે.

બધા SBI ગ્રાહકો તેમના સ્માર્ટફોનમાં YONO એપ અથવા YONO Lite દ્વારા પણ બેંક શાખા બદલી શકે છે, આ કિસ્સામાં પણ તમારો ફોન નંબર બેંક સાથે લિંક હોવો આવશ્યક છે.

સૌ પ્રથમ, તમે SBI – onlinesbi.com ના સત્તાવાર વ્યક્તિગત બેંકિંગ પૃષ્ઠ પર જાઓ. આ પછી પર્સનલ બેંકિંગ પર જાઓ અને તમારા એકાઉન્ટથી લોગિન કરો. એકવાર તમે OTP ભર્યા પછી લોગ ઇન કરી લો, પછી મેનુ બાર પર ‘ઈ-સેવાઓ’ ટેબ પસંદ કરો. હવે તમારે ‘ટ્રાન્સફર ઓફ સેવિંગ્સ એકાઉન્ટ’નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.સૌથી પહેલા ગ્રાહક SBI YONO એપમાં લોગ ઇન કરો. આ પછી ‘સર્વિસિસ’ ઓપ્શન પર જાઓ.હવે તમારે ‘ટ્રાન્સફર ઓફ સેવિંગ્સ એકાઉન્ટ’ વિકલ્પ પસંદ કરવો પડશે.