વાજપાઇ બેન્કેબલ યોજના 2023

વાજપાઇ બેન્કેબલ યોજના આ એક લોન યોજના છે, જેમાં લોકોને રોજગાર પૂરું પાડવા માટે લોન આપવામાં આવે છે. અને લોન પર સબસીડી પણ આપવામાં આવે છે.

આ યોજના નો હેતુ એ છે કે ગુજરાતના લોકોને નવા વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો તેમને સબસીડી સાથે ધિરાણ આપીને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલી બનાવેલ છે.

આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/- સુધી સબસીડી મળવાપાત્ર થશે.

આ યોજનામાં ગ્રામ્ય વિસ્તાર માં રહેતા (જનરલ કેટેગરીના) લોકો માટે ૨૫% અને શહેરી વિસ્તાર ના લોકો માટે ૨૦% સુધી ની સબસીડી આપવામાં આવશે.

આ યોજનામાં ગ્રામ્ય વિસ્તાર માં રહેતા (sc,st કેટેગરીના) લોકો માટે ૨૫% અને શહેરી વિસ્તાર ના લોકો માટે ૨૦% સુધી ની સબસીડી આપવામાં આવશે.