ટ્રેક્ટર સહાય યોજના 2023

ટ્રેક્ટર સહાય યોજના 2023 જેના માટે ikhedut પોર્ટલ બનાવામાં આવ્યું છે.આ યોજનામાં ભાગ લેવા માટે ખેડૂતો ઘરે બેસીને કૃષિ યોજનાઓ માટે અરજી ફોર્મ ભરી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સબસિડી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં રહેતા ગુજરાતી ખેડૂતોને કૃષિ ટ્રેક્ટર ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે.

આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે સબસિડી આપવામાં આવશે (20 PTO HP સુધી) જે ખેતીમાં ઝડપથી કામ કરી શકે છે.

ગુજરાત રાજ્યના નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને અને SC, ST, ઓપન કેટેગરીના અને અન્ય ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.

ટ્રેક્ટર સહાય યોજના 2023નો લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.