લોન સહાય માત્ર 4% વ્યાજદર પર મળશે. કોમ્પ્યુટર/લેપટોપના મશીનની ખરીદી માટે 1,50,000/- નો આ લોન યોજના હેઠળ લાભ મળશે. ગુજરાત લેપટોપ અને કાર ખરીદવા માટે લોન આપે છે. આ લોન મેળવવા માટે અરજદારની અરજી કરવાના પાત્ર છો કે નહીં તે નક્કી કરીને સહાય આપવામાં આવે છે.
વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે 150000/- અને અન્ય વિસ્તાર માટે 120000/- થી વધુ ન હોવી જોઈએ.લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમનું પ્રમાણપત્ર હોવું જોઈએ. કમ્પ્યુટર સેલ્સ શોપ અથવા કંપની/મોલ/સ્ટોરમાં કામના અનુભવનો પુરાવો હોવો આવશ્યક છે.
લાભાર્થીને 1.50 લાખ રૂપિયાની લોન મળશે. છે. આ લોન 4%ના વાર્ષિક વ્યાજ દરે ચૂકવવાની છે. પ્રાપ્તકર્તાએ 10% ફાળો આપવો પડશે.
લોનની રકમનો ઉપયોગ કરીને, અરજદારે તેને 20 હપ્તામાં વ્યાજ સાથે પરત કરવાની રહેશે. જો અરજદાર પાસે પૈસા હોય તો લોનની રકમ લોનની તારીખ પહેલાં પણ ચુકવી શકાય છે. અરજદાર લીધેલી લોન મોડી ચુકવણીના કિસ્સામાં વધારાના 2% વ્યાજ વસૂલવામાં આવશે.