પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 બેઘર અથવા વંચિતો માટે બહાર પાડવામાં આવી હતી.

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા છે. લાભ લેનાર ગુજરાતનો રહેવાસી હોવો આવશ્યક છે. લાભ લેનાર સામાજિક રીતે શિક્ષિત રીતે પછાત વર્ગના હોવા આવશ્યક છે. અરજદાર વિમુક્ત જાતિનો હોવો જોઈએ.

આ યોજના માં જેમની વાર્ષિક કૌટુંબિક આવક 6,00,000/- (છ લાખ) કરતાં ઓછી છે. ગામડાઓ અને નગરોમાં જીવનની મુશ્કેલીઓ હળવી કરવા માટે પ્લોટ ધરાવનાર લોકો માટે આ યોજનાનો લાભ મળી શકે છે.

યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓ પાસે કેટલાક દસ્તાવેજો હોવા આવશ્યક છે. ઓનલાઈન અરજી કરતી વખતે અરજદારોએ આ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.