સોનાની કિંમત સાંભળીને જરાય ચોંકી ના જતા

14 એપ્રિલ, 2023, શુક્રવારે બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનું મોંઘું થયું અને 61,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયું.

ચાંદીની કિંમત પણ 410 રૂપિયા વધીને 77,580 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારમાં હાજર સોનાના ભાવ રૂ. 480 વધીને રૂ. 61,780 પ્રતિ 10 ગ્રામ થયા હતા.”

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપથી વધીને $2,041 પ્રતિ ઔંસ થયું હતું, જ્યારે ચાંદી પણ વધીને $25.88 પ્રતિ ઔંસ થઈ હતી.

HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારમાં હાજર સોનાના ભાવ રૂ. 480 વધીને રૂ. 61,780 પ્રતિ 10 ગ્રામ થયા હતા.

ગોલ્ડના ભાવ વધીને 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા કારણ કે ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો અને બોન્ડ યીલ્ડના કારણે હાજર ભાવમાં સેન્ટિમેન્ટમાં વધારો થયો હતો.