સરકાર સ્ટ્રોબેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી યોજનામા ઔષધિય/સુગંધિત પાકોના ખેતી માટે સહાય, ગુલાબની ખેતી માટે સહાય અને ટીશ્યુ કલ્ચર ઉપરાંત મોટા પાયે ફળ પાકો માટે સહાય આપવામાં આવે છે
ખેડૂતને ટપક સિંચાઈ અને મલ્ચિંગ સિસ્ટમ, પ્રતિ હેક્ટર 2.80 લાખના ખર્ચના 40 ટકા, મહત્તમ રૂ. 1.12 લાખ/હે. ટપક સિંચાઈ પદ્ધતિ માટે છે.ખેડૂતને હેક્ટર દીઠ 1.25 લાખ અને મલ્ચીંગ વિના ખર્ચના 40%, મહત્તમ રૂ. 0.50 લાખ/ હેકટર મળી શકે છે.
આ યોજનામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અને સામાન્ય ખેતોને લાભ મળવાપાત્ર છે.
પ્લાન્ટીંગ મટેરીયલ માટે એનએચબી દ્વારા એક્રીડેશન થયેલ/કૃષિ યુનિ./બાગાયત ખાતાની નર્સરીઓમાંથી તેમજ ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે ડીબીટી દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સંસ્થાઓ પાસેથી પ્લાન્ટિંગ મટેરીયલ ખરીદવાનું રહેશે.
ખેડૂતે પાકના વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે એરિયાના તલાટી ને માટેનો દાખલો રજુ કરવાનો રહેશે.ખેડૂતને નવી ડ્રિપ સિંચાઇ પધ્ધતિ અપનાવવાની રહેશે.સરકારશ્રીની વધારાની 15% સહાય ફ્કત વાવેતર માટે જ આપશે. 4 હેક્ટરની મર્યાદામાં ખેડૂત ને સહાય આપવામાં આવશે.