એલન મસ્ક છોડશે Twitterના CEOનું પદ! આ મહિલાની કરાઇ ઉત્તરાધિકારી તરીકે પસંદગી!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરના CEO એલન મસ્કે પદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ટ્વીટર માટે નવા CEOની પસંદગી કરવામાં આવી છે. જે જલ્દી જ પદભાર સંભાળશે. મસ્કે પોતાના નવા સીઈઓના નામની જાહેરાત નથી કરી પરંતુ એ સંકેત આપ્યો છે કે તે એક મહિલા છે.

એલન મસ્કે ગયા મહિનાના અંતમાં ટ્વીટર પર યુઝર્સ માટે એખ મોટો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે યુઝર્સને પ્રતિ આર્ટિકલના આધાર પર પૈસા ચુકવવા પડશે. તેમણે કહ્યું હતું કે જો યુઝર્સ મહિનાની સદસ્યતા માટે સાઈન અપ નહીં કરે તો તેમના આર્ટિકલ વાંચવા માટે વધારે ચુકવણી કરવાની રહેશે.

આ પહેલા મસ્કે વેરિફાઈડ એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવવાની જાહેરત કરી હતી. મસ્કે કહ્યું હતું કે જો યુઝર્સ બ્લૂ ટિક માટે પૈસા નહીં આપે તો તેમને બ્લૂ ટિક નહીં મળે. એલન મસ્કે બ્લૂ ટિકને લઈને 12 એપ્રિલે ટ્વીટ કર્યું હતું.

તેમાં તેમણે જણાવ્યું હતું કે 20 એપ્રિલથી લેગેસી બ્લૂ ટિક માર્ક વેરિફાઈ એકાઉન્ટથી હટી જશે. તેમણે ટ્વીટ કરી લખ્યું, લેગેસી બ્લૂ ચેકમાર્ક 20 એપ્રિલથી હટાવી દેવામાં આવશે. તેનાથી પહેલા જ મસ્કરે જાહેરાત કરી દીધી હતી કે જો બ્લૂ ટિક મેળવવી છે તો તેના માટે મંથલી ચાર્જ આપવો પડશે.