શ્વેતા તિવારી કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે અને હવે તેની દીકરી પલક તિવારી ફિલ્મ ડેબ્યુ પહેલા જ ચર્ચામાં આવી ચુકી છે. જણાવી દઈએ કે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી અભિનયની શરૂઆત કરી રહી છે.
પલકે તિવારી મહેશ માંજરેકરની ફિલ્મ અંતિમમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું જે ફિલ્મમાં સલમાન ખાન પણ હતો. જો કે હવે પલકે સલમાન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે.
સલમાન ખાનના સેટ પર કપડા પહેરવાની ગાઈડલાઈન હતી
આ વિશે વાત કરતાં શ્વેતા તિવારીની પુત્રી પલકે જણાવ્યું હતું કે સલમાન ખાનના સેટ પર છોકરીઓ માટે કપડા પહેરવાની પણ ગાઈડલાઈન બનાવી હતી. એ ગાઈડલાઇન મુજબ છોકરીઓણએ શુટ પર ડીપ નેકલાઈન પહેરવાની છૂટ નહોતી.જો કે પલકે આ પાછળનું કારણ પણ જણાવ્યું હતું.
છોકરીની નેકલાઇન લો ન હોવી જોઈએ
હાલ જ ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું ટ્રેલર સામે આવ્યું છે અને ફિલ્મમાં સલમાન ખાનની સાથે પલક તિવારી, શહનાઝ ગિલ, રાઘવ જુયાલ જોવા મળશે. એ બધા વચ્ચે સિદ્ધાર્થ કન્નનના શો પર પલક એ ખુલાસો કર્યો કે અંતિમના સેટ પર છોકરીઓ માટે કપડાં પહેરવાનો એક રૂલ હતો
પલક તિવારીએ આ વિશે કહ્યું કે, ‘જ્યારે હું છેલ્લે સલમાન સર સાથે અંતિમમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતી ત્યારે મને નથી લાગતું કે ઘણા લોકો આ વાત જાણે છે કે સેટ પર સલમાન સરનો નિયમ હતો કે કોઈ પણ છોકરીની નેકલાઇન લો ન હોવી જોઈએ.બધી છોકરીઓ સારી છોકરીઓની જેમ આખી ઢંકાયેલી હોવી જોઈએ.
છોકરીઓને હંમેશા સુરક્ષિત રહેવી જોઈએ
પલકને પૂછવામાં આવ્યું કે સલમાનના સેટ પર આવા નિયમો કેમ છે? એ વાત પર તેને જવાબ આપ્યો કે તે એક ટ્રેડિશનલિસ્ટ છે, એટલે કે તે કહેતા હતા કે તમે જે ઈચ્છો તે પહેરો પણ તે કહેતા હતા કે મારી છોકરીઓને હંમેશા સુરક્ષિત રહેવી જોઈએ.
વધુમાં વાંચો :- વરુણ ધવનની ‘Bhediya 2’ અને શ્રદ્ધા-રાજકુમારની ‘Stree 2’ની જાહેરાત, જાણો ક્યારે થશે રિલીઝ
જો આજુબાજુ એવા પુરૂષો છે કે જેમને તે પર્સનલી નથી ઓળખતી તો તે તેની પર્સનલ જગ્યા નથી કે તે દરેક પર વિશ્વાસ કરે, સલમાન વિચારે છે કે છોકરીઓ હંમેશા સુરક્ષિત રહેવી જોઈએ.
પલક તિવારીએ આગળ કહ્યું હતું કે, મારી મમ્મીએ મને જોઈ, મેં પ્રોપર શર્ટ-જોગર્સ પહેર્યા હતા અને આખી ઢંકાયેલ હતી, મને આમ જોઇને તેને કહ્યું કે ક્યાં જઈ રહી છે?આટલા સારી રીતે કપડાં કેવી રીતે પહેર્યા છે? ત્યાર બાદ મેં તેને સલમાન સરના સેટના રૂલ વિશે જણાવ્યું.