પાણીના ટાંકા:ગુજરાત સરકાર રાજ્યના તમામ ખેડૂતોને લાભો અને સેવા પૂરી પાડવા માટે આઈ-ખેડૂત પોર્ટલ યોજના 2023 શરૂ કરી છે. ગુજરાત સરકારે બાગાયત, મત્સ્યોદ્યોગ, કૃષિ, પશુપાલન, જમીન અને જળ સંરક્ષણ માટે યોજનાઓ શરૂ કરી છે. જે આ પોર્ટલ પર છે.
ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ આપવાનો આઈ- ખેડૂત પોર્ટલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય છે. આ આઈ- ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતો કોઈપણ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે અને અરજી કરેલ યોજનાની સ્થિતિ પણ ચેક કરી શકે છે.
પાણીના ટાંકા બનાવવા માટે યોજના
ખેડૂતોએ યોજનામાં પ્રવેશ મેળવવા અથવા અરજી કરવા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર નથી. આઈ- ખેડૂત પોર્ટલ દ્વારા તમે કમિશન વિના કોઈપણ યોજના માટે સાઇન અપ કરાવી શકો છો. આઈ- ખેડૂત પોર્ટલ તમારો સમય અને પૈસા બચાવશે. અને સિસ્ટમમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે.
રાજ્યના પાણીના ટાંકા બનાવવા અને સ્માર્ટફોનની ખરીદીમાં કૃષિ વિભાગની સહાય મેળવવા માટે તા.15-05-2023, રોજ સવારે 10.30 વાગ્યાથી આઈ- ખેડૂત પોર્ટલ પર ખેડૂતોની ઓનલાઈન અરજીઓ ખોલવામાં આવશે.
યોજનામાં લાભ લેનાર માટે જરૂરી ડોક્યુમેન્ટ
લાભ લેનારનું આધાર કાર્ડ
લાભ લેનારનું ઓળખપત્ર
બેંક એકાઉન્ટની પાસબુક
મોબાઇલ નંબર
પાસપોર્ટ સાઇઝનો ફોટો
આઈ- ખેડૂત પોર્ટલની સુવિધા
આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતે અરજી કરવા માટે સરકારી કચેરીમાં ધક્કા ખાવાની જરૂર નથી.
તેનો ફાયદો એ છે કે વિસ્તારના ખેડૂતો ગમે ત્યારે ઘરે બેસીને સિસ્ટમ વિશે ઓનલાઈન માહિતી મેળવી શકે છે.
બિન નોંધાયેલ ખેડૂતો પણ આ ઓનલાઈન સુવિધા દ્વારા, કાર્યક્રમ માટે અરજી કરી શકે છે.
વધુમાં વાંચો :- અટલ પેન્શન યોજના, પરણિત લોકોને આ યોજનામાંથી દર મહિને મળશે 10 હજાર રૂપિયા
ગુજરાતના દરેક ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે
ખેડૂતોના કલ્યાણ માટે આઈ- ખેડૂત પોર્ટલ પર ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
આ વિનંતી માટે કોઈ ફીની જરૂર નથી.