જો તમે આ ઉનાળાની સીઝનમાં કોઈ બીઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ બીઝનેસ કરીને તમે સારી એવી કમાણી કરી શકો છો. ઉનાળામાં પાણીની બોટલની માંગ ઘણી વધી જતી હોય છે.
એવામાં તમે વોટર પ્લાન્ટ લગાવીને સારી કમાણી કરી શકો છો. તે જ સમયે, તમારે આ ધંધામાં વધુ રોકાણ કરવાની પણ જરૂર નથી. આ સાથે કમાણી પણ ખૂબ જ ઝડપથી શરૂ થાય છે અને માર્જિન પણ સારું મળે છે.
તમે બજારમાં ઘણી બ્રાન્ડની પાણીની બોટલો જોઈ હશે. જેમ કે બિસલેરી, કેન્ટ વગેરે… તમે આ 1 લિટર અને 2 લિટરની બોટલો અને 5 લિટર, 10 લિટર અને 20 લિટરના જાર પણ બનાવી શકો છો. માર્કેટ માં વેંચાતી બ્રાન્ડેડ બોટલોની જેમ તમે પણ આ જ રીતે તમારી બ્રાન્ડ બનાવી શકો છો.
ઉનાળાની સીઝનમાં બીઝનેસ કેવી રીતે શરૂ કરવો ?
ઉનાળાની સીઝનમાં બોટલ્ડ વોટર બિઝનેસ શરૂ કરવા માટે, તમારે તમારા શહેરમાં પાણી નાં બીઝનેસ ની માર્કેટ સમજવી પડશે. આ પછી, જરૂરી મશીનરી અને અન્ય વસ્તુઓ ખરીદવાની રહેશે જેના માટે સ્ટોરેજ ટાંકી વગેરેની જરૂર પડશે.
મશીનરીમાં, તમારે પાણીને ફિલ્ટર કરવા માટે આરઓ મશીન પણ લેવું પડશે. આ મશીન ઘણા પ્રકારોમાં આવે છે. તમે તમારા બજેટ પ્રમાણે મશીન ખરીદી શકો છો. આ સિવાય તમારે બોટલ પેક કરવા માટે મશીન પણ લેવું પડશે.
લાયસન્સ લેવું પડશે
ઉનાળાની સીઝનમાં આ પાણીનો બીઝનેસ શરૂ કરવા માટે તમારે લેબમાંથી ફીડ વોટર ટેસ્ટ રિપોર્ટ, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) તરફથી ISI પ્રમાણપત્ર અને સ્થાનિક પ્રદૂષણ બોર્ડ ઓફિસમાંથી પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર મેળવવું પડશે.
આ સિવાય વોટર પ્લાન્ટ લગાવવા માટે તમારે સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી વેન્ડર લાઇસન્સ લેવું પણ લેવું પડશે. તે જ સમયે, તમારા રાજ્યના આરોગ્ય વિભાગ પાસેથી બિઝનેસ પરમિટ પણ મેળવવી પડશે. આ પછી, GST નોંધણી માટે અરજી કરવી પડશે.
કેટલો નફો થશે?
જો તમે બોટલ્ડ વોટરનો બિઝનેસ શરૂ કરો છો, તો તમે તેનાથી ઘણો નફો કમાઈ શકો છો. આમાં 1 લીટરની બોટલની કિંમત જોઈએ તો તમામ ખર્ચ સહિત વધુમાં વધુ રૂ.3-4 આવે છે. સાથે જ તેનું જથ્થાબંધ વેચાણ બજારમાં રૂ.6-7માં થાય છે.
વધુમાં વાંચો :- LICની આ સ્કીમમાં દરરોજ 87 રૂપિયાનું રોકાણ કરો, આ રીતે મળશે 11 લાખ
આ રીતે, એક બોટલ પર, તમને દરેક બોટલ પર ઓછામાં ઓછા 3 રૂપિયાનો નફો સરળતાથી મળશે. જો આપણે એક દિવસમાં 2000 લીટર પાણી સપ્લાય કરીએ તો ઓછામાં ઓછો 6000 રૂપિયાનો ફાયદો થશે. અને મહિને 1 લાખ 80 હજાર ચોખ્ખા નફા તરીકે મળે છે.