ગઈકાલે રાત્રે ‘Bhediya 2’ માટે આયોજયેલ Jio સ્ટુડિયોની ઈવેન્ટમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા અને હાલ એમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ દરમિયાન, વરુણ ધવન, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ આ ઇવેંટમાં શામેલ થયા હતા અને ત્યાંથી એમને તેમના ચાહકોણએ સારા સમાચાર આપ્યા છે.
જણાવી દઈએ કે ઈવેન્ટમાં વરુણ ધવન અને કૃતિ સેનનની ફિલ્મ Bhediya 2 અને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ Stree 2ની જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ અમે તમને આ અહેવાલમાં આ બંને ફિલ્મોની વિગતો જણાવીએ છીએ.
વરુણની ‘Bhediya 2’ અને શ્રદ્ધા-રાજકુમારની ‘Stree 2’ની જાહેરાત
2018માં રિલીઝ થયેલ ‘સ્ત્રી’ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી અને અમર કૌશિક દિગ્દર્શિત સ્ત્રી ના ગીતો પણ હિટ થયા હતા. આ સાથે જ દર્શકો લાંબા સમયથી ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા પણ આ વિશે કોઈ અપડેટ આપવામાં આવ્યું નહતું.
જણાવી દઈએ કે હવે શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી’ની સિક્વલ એટલે કે ‘સ્ત્રી-2’ 31 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે.
આ સાથે જ 25 નવેમ્બર 2022ના રોજ વરુણ ધવન, કૃતિ સેનન અને અભિષેક બેનર્જીની ફિલ્મ ભેડિયા રિલીઝ થઈ હતી જણાવી દઈએ કે તે બોલિવૂડની પહેલી ક્રીચર કોમેડી ફિલ્મ હતી.
આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિક દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જિયો સ્ટુડિયોના ઈવેન્ટમાં ફિલ્મ ભેડીયા ના સિક્વલની પણ જાહેરાત કરવામાં આવી હતી.
વધુમાં વાંચો :- રાઉડી રાઠોડ 2માં જોવા નહીં મળે અક્ષય કુમાર? સતત ફ્લોપ ફિલ્મોના ખેલાડી કુમારની જગ્યા એ આ એક્ટરને સ્થાન મળ્યું
થયું એવું કે ઈવેન્ટ દરમિયાન વરુણ ધવન સ્ટેજ પર આવ્યો અને પૂરી એનર્જી સાથે તેની ફિલ્મની સિક્વલનું સરપ્રાઈઝ આપ્યું. આ સાથે જ તેને સ્ટેજ પર એકવાર વરુનો અવાજ કર્યો. નોંધનીય છે કે ફિલ્મ રિલીઝની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.