જ્યારથી એલોન મસ્કે Twitter ખરીદ્યું છે ત્યારથી તે અને ટ્વિટર બંને સતત ચર્ચામાં છે. એવામાં હાલ જ એલોન મસ્કએ જાહેરાત કરી હતી કે 20 એપ્રિલથી ટ્વિટર એકાઉન્ટમાંથી તે દરેક લેગસી બ્લુ ટિક માર્કસ દૂર કરશે પણ એવામાં હાલ હવે ટ્વિટરમાં એક મોટું ફીચર બહાર પાડવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે ટ્વિટરે શુક્રવારથી તેના પ્લેટફોર્મ પર 10,000 અક્ષરોવાળી પોસ્ટ એક્ટિવેટ કરી છે અને તેમાં યુઝર્સ હવે લાંબી પોસ્ટ કરી શકશે.
Twitterનું નવું ફીચર
નોંધનીય છે કે Twitter શુક્રવારે પોસ્ટ કર્યું હતું કે, ‘હવે ટ્વિટરના પેઇડ યુઝર્સ 10,000 વર્ડ્સની મોટી પોસ્ટ પોસ્ટ કરી શકશે અને મોટી પોસ્ટની સાથે હવે યુઝર્સ અલગ-અલગ સ્ટાઈલના ફોન્ટ્સનો પણ ઉપયોગ કરી શકશે. આ સાથે જ યુઝર્સને પોસ્ટ દરમિયાન બોલ્ડ અને ઇટાલિક ટેક્સ્ટનો પણ ઓપ્શન મળશે.
આ સાથે જ એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે 20 એપ્રિલના રોજ દરેક લેગસી બ્લુ ટિક માર્કસને દૂર કરવા પહેલાં ટ્વિટરએ શુક્રવારે એક વધુ સારું ફીચર બહાર પડ્યું છે અને એ મુજબ પેઇડ બ્લુ સબ્સ્ક્રાઇબર્સ માટે 10,000 વર્ડ્સ સુધીની પોસ્ટને કરવાની છૂટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે કંપનીએ કહ્યું કે Twitter હવે બોલ્ડ અને ઇટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગ સાથે 10,000 વર્ડ્સ સુધીની ટ્વીટ્સને સપોર્ટ કરે છે.
નોંધનીય છે કે પેઇડ સબ્સ્ક્રાઇબર્સ સાથે, બ્લુ સબસ્ક્રાઇબર્સ માટે એક નવું ફીચર પણ આવ્યું છે અને એ મુજબ બ્લુ ટિકમાર્ક સબ્સ્ક્રાઇબર્સ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મમાં 4,000 વર્ડ્સ સુધીની લાંબી ટ્વીટ્સ પોસ્ટ કરી શકે છે.
વધુમાં વાંચો :- Whatsapp પર આવી રહ્યું છે અદ્ભુત ફીચર, યૂઝર્સ હવે રેકોર્ડ કરી શકશે રિયલ ટાઈમ વીડિયો
જો કે સુવિધાઓનો ઉપયોગ કરવા માટે, Twitter Blue માટે સાઇન અપ કરવાનું રહેશે અને Twitter પર સીધી આવક મેળવવા માટે તમારા એકાઉન્ટ પર સભ્યપદ ચાલુ કરવી પડશે.