શું તમને ખ્યાલ છે કે એક ફૂલ પાક છે જેમાં વધુ કાળજીની જરૂર નથી. બોગનવેલના છોડને ગરમ હવામાન અનુકૂળ રહે છે, તેથી તેને નિયમિત પાણી આપવું જરૂરી નથી. ફૂલો ઋતુ પ્રમાણે ખીલે છે.
બોગનવેલ ગુલાબી, સફેદ, પીળા સહિત વિવિધ રંગોમાં ઉગે છે. Pink Bougainvillea ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે. કેટલાક લોકો જાતે બોંસાઈ બનાવે છે. તેથી તે એર લેયરિંગ અને ગ્રાફ્ટિંગ દ્વારા અને યોગ્ય કટિંગ દ્વારા ઉગાડી શકાય છે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે રોપણી કરવી.
બોગનવેલ એટલે શું?
– બોગનવેલને કટિંગ કરીને નવા છોડ માટે આ રીતે પ્રોપેગેટ કરો.
– બોગનવેલના છોડ ઉછેર કરવા માટે, પહેલેથી જ ઊગેલ છોડમાંથી પાંચ થી છ ઇંચનું કટીંગ કરો.
– એક પારદર્શક કન્ટેનરને પાણીથી ભરો, પાણીમાં થોડી માત્રામાં રુટિંગ હોર્મોન ઉમેરો.
– તમારા કટિંગને પાણીમાં ડુબાડીને ઓછો સૂર્યપ્રકાશ આવે તેવી જગ્યાએ રાખો,
– દર અઠવાડિયે કે 5 દિવસે પાણી બદલવું.
– થોડા દિવસો પછી, કટિંગ માંથી નાના મૂળ ફૂટેલા જોવા મળશે.
– ત્યરબાદ આ વિકસિત મૂળ વાળું કટિંગ કુંડામાં માટે તૈયાર છે.
પોટિંગ મિક્સ કેવી રીતે બનાવવું?
– પોટિંગ મિશ્રણ બનાવવા માટે, 50 સામાન્ય માટી, 25 વર્મી કમ્પોસ્ટ અને 25 રેતીનું મિશ્રણ તૈયાર કરો.
– તેને 10 ઇંચના કુંડામાં લગાવો, જ્યાં તેને સવારના ચાર એક કલાક સૂર્યપ્રકાશ મળી રહે. અંદાજિત બે મહિના પછી, તેમાં સારો વિકાસ જોવા મળશે.
– સમયાંતરે કાપણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાપણી વધુ શાખાઓ ઉત્પન્ન કરશે અને વધુ શાખાઓ વધુ ફૂલો ઉત્પન્ન કરશે.
– ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં તેનું સારી રીતે કટિંગ કરીને વાવેતર કરવું જોઈએ.
– આ છોડને ગરમ હવામાન અનુકૂળ હોય છે, તેથી તેને વધારે પિયતની જરૂર પડતી નથી. જ્યારે જમીન સૂકી હોય ત્યારે જ પાણી આપવું.
– છોડને દર મહિને પોટાશ ખાતર આપવું જોઈએ, અને વર્ષમાં એકવાર વર્મી કમ્પોસ્ટ ખાતર નાખવું.
વધુમાં વાંચો :- પીએમ કિસાન યોજના: અટકી જશે 14માં હપ્તાના પૈસા, ફટાફટ કરી નાખો આ કામ
– બોગનવેલના કટિંગનું વાવેતર ડિસેમ્બર મહિનામાં કરવું.
– નિયમિત પ્રુનિંગ અને નકામી ડાળીઓનું કટિંગ કરવાથી ફૂલ વધુ ખીલે છે.
– એકવાર કટિંગ થી તૈયાર કરેલ છોડમાંથી અન્ય ઘણાબધા છોડ ઉંગળી શકાય છે.
– તેથી જ બોગેનવેલ પ્લાન્ટ તૈયાર કરવાનું ખૂબ જ સરળ છે. જો તમારા ઘરની બાલ્કની અથવા ટેરેસને પર સારી સૂર્યપ્રકાશ હોય તો ચોક્કસપણે બોગેનવેલનું વાવેતર કરો.