જો તમે પણ ધનવાન બનવા માંગો છો તો 5 અને 20 ની ફોર્મ્યુલા ચોક્કસ જાણી લો. પૈસાદાર બનવું દરેક વ્યક્તિ તેનું સપનું જુએ છે પણ તે માત્ર થોડા જ લોકો બની શકે છે અને જેઓ પૈસાદાર બને છે તેઓ આ રીત અનુસરે છે.
એ અનુસરીને તમે 10 વર્ષમાં સરળતાથી 1 કરોડ રૂપિયા એકઠા કરી શકશો. જણાવી દઈએ કે આ માટે તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે જે માટે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIPમાં માસિક 20 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. વાત એમ છે કે તમે 10 વર્ષ માટે SIP રોકાણ કરતા રહો અને 15% વધારતા રહો અને અ રીતે કુલ 15% વાર્ષિક વળતર મેળવી શકો છો.
જો તમે અ રીત અપનાવશો તો 10 વર્ષમાં 1 કરોડ રૂપિયા એકઠા કરી શકો છો. જો કે આ પહેલા ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડમાં વળતરની ખાતરી આપવામાં આવતી નથી અને જે પણ વળતર મળે છે એ શેરબજાર પર આધાર રાખે છે.
વધુમાં વાંચો :- ગાજવીજ સાથે વરસાદ: એક વાર હજુ માવઠા માટે ખેડૂતને હેરાની, આગામી દિવસોમાં મેઘરાજા આફત બનશે
5 અને 20 ની ફોર્મ્યુલા મુજબ અ રીતે બનો કરોડ પતિ
- મ્યુચ્યુઅલ ફંડમાં એકસાથે 5 લાખનું રોકાણ કરો.
- એ સાથે SIPમાં દર મહિને 20,000 રૂપિયાનું રોકાણ કરો.
- પહેલા વર્ષમાં 2.4 લાખનું રોકાણ કર્યું હશે.
- દર વર્ષે SIPમાં તમારું રોકાણ 15% વધારતા રહો.
- એ મુજબ 14 થી 16 ટકાની રેન્જમાં વાર્ષિક વળતર મળે છે
- આ રીતે 10 વર્ષમાં 1 કરોડનું ફંડ બનાવશો
- 27 લાખનું લમ્પ સમ ઇન્વેસ્ટમેન્ટ 10 વર્ષમાં 1 કરોડ થઈ જશે