ઉનાળો પિક પર છે અને ગરમી જેમ જેમ વધી રહી છે એમ રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એવામાં આ બધાનું કારણ પાણીની ઉણપ હોય શકે છે. જણાવી દઈએ કે પાણીની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થાય છે અને તેમાંથી મોટાભાગની બીમારીઓ સરળતાથી શોધી શકાતી નથી. એવામાં આજે અમે તમને જણાવીએ છીએ કે જો તમે પાણી ઓછું પીશો તો તમે કયા રોગોનો શિકાર બની શકો છો
પાણીની ઉણપથી થતા 5 રોગો
1. લુ લાગવી કે હીટ સ્ટ્રોક
સામાન્ય વાત છે કે ઉનાળામાં લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બની શકે છે અને આ ગરમ પવનોને કારણે અને પાણીની અછતને કારણે, શરીર તેના આંતરિક તાપમાનને બાહ્ય તાપમાન સાથે સંતુલિત કરી શકતું નથી. આ કારણે લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે.
2. પાચન તંત્રના રોગ
આ ભર ઉનાળામાં પાચનને લગતી સમસ્યા પણ વધી શકે છે. એટલે કે જે શરીર અથવા શરીરમાં નિર્જલીકૃત હોય છે તેમાં પાચન ઉત્સેચકોનું ઉત્પાદન ઘટે છે અને આ કારણે ઉનાળામાં પેટની સમસ્યા જેવી કે એસિડિટી, ઉબકા અને ઉલ્ટી જેવી બાબતો વધુ પરેશાન કરી શકે છે. આ સાથે જ ગેસ્ટ્રાઈટિસ અને અલ્સર જેવી બીમારીઓનો ખતરો પણ ઘણો વધુ હોય છે.
3. હાઈ અને લો બી.પી
પાણીની અછતને કારણે લોકો ઉનાળામાં હાઈ બીપી અથવા લો બીપીનો શિકાર બની શકે છે. સામાન્ય વાત છે કે પાણી રક્ત પરિભ્રમણને યોગ્ય રાખવામાં મદદ કરે છે અને જ્યારે શરીરમાં પાણીની અછત થાય ત્યારે જ્ઞાનતંતુઓને અસર થાય છે, રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી.
4. યુરિન ઈન્ફેક્શન
પાણીની ઉણપ UTI ઇન્ફેકશનનો શિકાર પણ બનાવી શકે છે. એટલે કે કિડની અને પેશાબની વ્યવસ્થાની યોગ્ય કામગીરી પાણી પર આધારિત છે અને જ્યારે શરીરમાં પાણીની ઉણપ સર્જાઇ ત્યારે સિસ્ટીટીસ જેવા મૂત્ર માર્ગના ઇન્ફેકશનનું જોખમ વધારે છે.
5. પગમાં બળતરા અને નસોમાં બેચેની
પાણીની ઉણપને કરણે પગમાં બળતરા અને ચેતામાં દુખાવો બંને થઈ શકે છે. નોંધનીય છે કે આ બીપી સાથે પણ સંકળાયેલું છે. બીપી નસોમાં નર્વસ તણાવ પેદા કરી શકે છે અને આ સિવાય પાણીની ઉણપથી શરીરની ગરમી વધે છે અને તેના કારણે પગમાં બળતરા થઈ શકે છે.