આપણા ભારતમાં કોફીના પ્રેમીઓની કોઈ કમી નથી એ ભલે તે પહાડોની ફિલ્ટર કોફી હોય કે રોડ સાઈડ દુકાનમાં કે કેફેમાં મળતી કેપેચીનો, આ કોફી પીતા જ તમારા શરીરમાં અદ્ભુત તાજગી અનુભવા લાગો છો.

જણાવી દઈએ કે કોફીમાં ઘણા પોષક તત્વો હાજર છે જે આપણા શરીશાર માટે ખૂબ જ ફાયદાકારક છે પણ કેટલાક લોકોને કોફી વધારે પીવાનું પસંદ હોય છે. એટલે કે વધુ પડતી કોફી આ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એક્સપર્ટે કહ્યું કે શા માટે આપણે વધુ કોફીનું સેવન ન કરવું જોઈએ.

કોફી પીવાની આદત 1

કોફી પીવાના ગેરફાયદા

1. ડિમેન્શિયા

જણાવી દઈએ કે જે લોકો દિવસમાં 5 કે 6 કપથી વધુ કોફી પીવે છે તેને ડિમેન્શિયાનું જોખમ વધી જાય છે. જણાવી દઈએ કે આ એક માનસિક રોગ છે જેમાં દર્દી સામાન્ય રીતે માનસિક રીતે વર્તન કરી શકતો નથી અને તેના કારણે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી બીમારીઓ થઈ શકે છે.

2. નિંદરની કમી (ઇન્સોમિયા)

આપણે બધા કોફી પીએ છીએ કારણ કે આપણને તાજગીનો અનુભવ થાય છે એ સાથે જ ઊંઘ અને થાક ગાયબ થઈ જાય છે. જો કે તેનાથી કારણે સતર્કતા વધે છે પણ જો તમે કોફી વધારે પીઓ છો, તો કેફીનને કારણે ઉંઘ યોગ્ય સમયે નથી આવતી છે.

કોફી પીવાની આદત

3. પાચનની સમસ્યા (અપચો)

જણાવી દઈએ કે કોફી પીવાની સૌથી ખરાબ અસર આપણા પેટ પર થાય છે કારણ કે તેના કારણે ગેસ્ટ્રિન હોર્મોન બહાર આવે છે. એટલે જો તમે વધુ પડતી કોફી પીઓ છો તો અપચોની સમસ્યા ઉભી થઈ શકે છે.

વધુમાં વાંચો :- જો તમે પણ રોજ ખાઓ પપૈયું તો તરત જ બંધ કરો, આ 4 બીમારીઓમાં ઝેર જેવું કરે છે કામ

4. હાઈ બ્લડ પ્રેશર

જણાવી દઈએ કે કોફીમાં મોટી માત્રામાં કેફીન જોવા મળે છે અને એ કારણે તે બ્લડ પ્રેશરમાં ઝડપથી વધારો કરે છે. સાથે જ હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *