આજના જમાનામાં દીકરીઓ કઈ દિકરાઓથી ઓછી નથી. અરે ભણવામાં તો હંમેશા છોકરીઓ જ આગળ હોય છે દર વર્ષે જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવે છે તો મોટાભાગે એવું જ જોવા મળે છે કે છોકરીઓએ બાઝી મારી લીધી. હલમાં જ બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિનું ઇન્ટરનું રિઝલ્ટ આવ્યું. એમાં પણ છોકરીઓએ ટોપ કર્યું. આજે અમે તમને ગરીબ ઘરની એક ટોપર સાથે મડાવીશું.
બિહાર બોર્ડ ઇન્ટર રિઝલ્ટ અનુસાર આ વખતે 83.7 ટકા સ્ટુડન્ટસ પાસ થયા છે. એમાં સાયન્સ ફિલ્ડની આયુશી નંદન ટોપર રહી. તો કોમર્સમાં ગયાની એક ગરીબ પરિવારની દીકરી કોમલ કુમારીએ સેકન્ડ ટોપ કર્યું. કોમલ ગયાના મિર્ઝા ગાલિબ કોલેજની વિદ્યાર્થીની છે. એ ગયા શહેરના ઓલ્ડ કરીમગંજની કુંભાર ગલીમાં રહે છે.
કોમલના પિતા એક નાનકડી ઘંટી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. એના પિતાનું કહેવું છે કે એમને ક્યારેય એ વાતનો પસ્તાવો નથી થયો કે એમને દીકરો નથી. ગરીબ હીવ છતાં એમને ક્યારેય દીકરીઓને અભ્યાસથી વંચિત નથી રાખી. એમને દીકરાની જેમ ઉછેરી. કોમલના પિતા ત્રણ ભાઈ છે અને બધાનો ખર્ચો આ ઘંટીથી જ ચાલે છે
કોમલે બિહાર ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં કોમર્સના બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ 500માંથી 474 માર્ક્સ લાવી છે આ રીતે એના 94.9 ટકા આવ્યા છે. એ પોતાની આ સફળતાનું ક્રેડિટ માતાપિતા અને ટીચર્સને આપે છે. કોમલ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતી. એને 10માં ધોરણમાં પણ સ્કૂલમાં ટોપ કર્યું હતું. એ ભવિષ્યમાં સ્કૂલ ટીચર બનવા માંગે છે.
કોમલની આ સફળતાથી આખો મહોલ્લો ખુશ છે. એ પોતાના મહોલ્લાની દીકરીની આ સિદ્ધિ પર ગર્વ મહેસુસ કરી રહ્યા છે. કોમલ ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પણ બની ગઈ છે. એને બતાવી દીધી કે તમારા અમીર કે ગરીબ હોવાથી કોઈ ફરક નથી પડતો. છેલ્લે જીત તો મહેનત કરનારની જ થાય છે
કોમલની આ સફળતાથી એનો પરિવાર ખૂબ જ ખુશ છે. માતાપિતાના ચહેરા પર હરખ સમતો નથી. એમને નક્કી કર્યું છે કે એ દીકરીને આગળ પણ ભણાવશે જેથી એનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે