સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ PGT ભરતી 2023 માટે લોકો પાસે આવેદન માંગ્યું છે. જણાવી દઈએ કે આ ભરતી દ્વારા, PGT ની પદ પર 3000 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નોંધનીય છે કે જે લાયક ઉમેદવારો આ માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ jssc.nic.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અ સાથે જ ઓનલાઈન અરજીની પ્રક્રિયા 5 એપ્રિલથી શરૂ થઈ ગઈ છે.

મહત્વનું છે કે JSSC PGTTCE પરીક્ષા 2023 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 04 મે 2023 છે. જણાવી દઈએ કે જો તમે ફોર્મ ભર્યા પછી કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો તો 10 મે થી 12 મેની વચ્ચે તમારી અરજીઓમાં સુધારો કરી શકો છો.

શિક્ષક ની 3000 થી વધુ ભરતી

શિક્ષકની ભરતી માટે કોણ કરી શકે છે અરજી?

  • જણાવી દઈએ કે ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે.
  • સાથે જ B.Ed પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
  • ઉમેદવારની લઘુત્તમ વય 21 વર્ષ હોવી જોઈએ. અને મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.
  • અનામત વર્ગ માટે સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

શિક્ષકની ભરતી

JSSC ની આ જગ્યાઓ માટે અરજી કરવા માટેની પરીક્ષા ફી સામાન્ય કેટેગરી માટે રૂ. 100 છે. જ્યારે SC, ST કેટેગરીના ઉમેદવારોએ 50 રૂપિયા ચૂકવવા પડશે.

વધુ વાંચો : ભારતીય સેનામાં જોડાવાની તક, TGC 138 માટેની અરજીઓ 18 એપ્રિલથી શરૂ થશે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *