Surat City Health Society Recruitment: દરેક લોકો કામ શોધી રહ્યા હોય એવામાં જો નોકરીની શોધમાં છો અથવા તમારા આસપાસ કોઈને નોકરીની જરૂર છે તો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે સુરત સીટી હેલ્થ સોસાયટીમાં (Surat City Health Society Recruitment)પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે.

ગુજરાતમાં રહેતા નોકરી ઇચ્છુક લોકો માટે સારા સમાચાર એ છે કેપરીક્ષા વિના ભરતી બહાર પાડવામાં આવી છે જેને સુરત સીટી હેલ્થ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવી છે.

Surat City Health Society Recruitment

આ સાથે જ જણાવી દઈએ કે સુરત સીટી હેલ્થ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં ટીબી હેલ્થ વિઝીટર (TBHV),પબ્લિક હેલ્થ મેનેજર, ફાઈનાન્સ આસિસ્ટન્ટ માટે જગયા બહાર પાડવામાં આવી છે.

મળતી માહિતી મુજબ હેલ્થ વિઝીટર (TBHV) માટે 3, પબ્લિક હેલ્થ મેનેજર માટે 1 અને ફાઈનાન્સ આસિસ્ટન્ટ માટે 2 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

Surat City Health Society RecruitmentSurat Cit

સુરત સીટી હેલ્થ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 મે 2023 છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 મે 2023 છે. આ સાથે જ આ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જેના વિશે તમે આ લિંક https://www.suratmunicipal.gov.in/ પરથી જાણી શકો છો.

આ સાથે જ તમને જણાવી દઈએ કે દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે મુજબ ટીબી હેલ્થ વિઝીટર (TBHV) માટે પગાર ધોરણ રૂપિયા 13,000 તો પબ્લિક હેલ્થ મેનેજર માટે રૂપિયા 25,000 અને ફાઈનાન્સ આસિસ્ટન્ટ માટે રૂપિયા 13,000 રૂપિયા પગાર ધોરણ છે.

વધુમાં વાંચો :- Gujarat High Court Recruitment 2023: આસિસ્ટન્ટ ની 1778 જગ્યાઓ પર ભરતી, આ રીતે કરો અરજી.

ખાસ વાત એ છે કે 11 મહિના બાદ તમારા કામના આધારે કોન્ટ્રાકટ રિન્યુ કરવામાં આવશે અને કોન્ટ્રાકટ રિન્યુ સાથે પગારમાં 5% નો વધારો કરવામાં આવશે.

સુરત સીટી હેલ્થ સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *