સૂર્યમુખીની ખેતી ખરા સોના સમાન: ગુજરાતમાં અત્યારે રાસાયણિક ખેતી સામે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો વધી રહ્યા છે, ખેડૂતો ને જેમ જેમ એ વિશે માહિતી અને જાણ થાય તે મુજબ તે ઓર્ગેનિક ખેતીમાં આગળ વધીને વધુ ઉત્પાદન લઈને રસાયણમુક્ત ફળ અને શાકભાજી પહોંચાડીને મદદ કરે છે.જેમાં સૂર્યમુખીની ખેતી પણ ઓર્ગેનિક રીતે થાય છે.
ગુજરાતના ખેડૂતો હવે વધુ પ્રમાણમાં ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. તાપી જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરીને વધુ આવક મેળવે છે. ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના સોનગઢ, રામપુરા ગામના રહેવાસી રાહુલભાઇ ભાઈએ તેમના ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હતો.
આ રીતે ખેતી કરવાથી ખેતી ખર્ચ સાથે પાકને પણ નુકસાન થાય છે. તેથી જ તેમણે રાસાયણિક ખેતીને બદલે ઓર્ગેનિક ખેતી અપનાવી. ઓર્ગેનિક ખેતી કરવામાં તેમને વધુ રસ જાગતા તેમને ધીમે ધીમે ખેતી માં નવા પાકોનું વાવેતર કરીને અવાક વધારવાના પ્રયત્નો કર્યા.
સૂર્યમુખીની ખેતી
સોનગઢના એક ખેડૂતે વીઘા જેટલી જમીન માં સૂર્યમુખીની ખેતી અને તલની ખેતી શરૂ કરી. રાહુલભાઈને રાસાયણિક ખાતર નો વપરાશ ઓછો લગતા ખર્ચ ઓછો થાય તે મુજબ પાકમાં વધુ પાક ફાયદો થવાથી અને ઓર્ગેનિક ખેતીથી આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.
ખેડૂત રાહુલભાઈએ કહે છે કે, અત્યાર સુધીમાં પાકમાં મોટુ નુકસાન થયું હતું. તેથી તે સૂર્યમુખીના બીજ સાથે ચણા, મકાઈ અને મગફળી જેવા અન્ય પાકોનું વાવેતર પણ કરે છે. જેમાં તમને સફળતા મળી છે, તેઓ ઓર્ગેનિક ખેતી થી વિકાસ સારો થાય છે અને ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરી રહ્યા છે.
હવે તેમનો પાક કાપણી માટે તૈયાર થઇ ગયો છે, બંને ફૂલ છે. રાહુલભાઈએ જણાવ્યું કે, તેમને એક વીઘામાંથી 10 મણ સૂર્યમુખી નું ઉત્પાદન આવશે અને મકાઈની ઉપજ પણ સારી આવશે એવો અંદાજ છે. તેમણે કહ્યું કે ઓર્ગેનિક ખેતીમાંથી મળેલ પ્રોડક્ટ એ આરોગ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે અને તેમ સારા પોષક તત્વો પણ મળે છે.
વધુમાં વાંચો :- CRPFની ભરતીમાં મોટું અપડેટ, 9 હજારથી વધુ પોસ્ટ માટે અરજીની છેલ્લી તારીખ લંબાવી
તેથી અન્ય ખેડૂતોએ રાસાયણિક ખાતરો ટાળીને જૈવિક ખેતી પસંદ કરવી જોઈએ. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે માત્ર છ મહિનામાં બે લાખ રૂપિયાની કમાણી કરશે. રાહુલભાઈ આજે અન્ય ખેડૂતો ને પણ ચાર કરતા વધુ પાક ઉગાડવા માટે પ્રોત્સાહિત કરે છે અને સમજાવે છે.