જો મિત્રો તમારા ઘરે પણ દીકરીનો જન્મ થયો હોય, અને તમારી દીકરીના ભવિષ્યની ચિંતા તમે કરતા હોવ તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. પહેલાંના સમયમાં દિરિકના જન્મથી લોકો તેના ભવિષ્યને લઈને ચિંતા કરતા હતા. પરંતુ હવે આ આધુનિક યુગમાં દીકરીઓ પણ પોતાના માતા-પિતાને ગૌરવ અપાવી રહી છે.
પરંતુ હજુ પણ મોટા ભાગના પરિવારોમાં માતા-પિતા દીકરીઓના શિક્ષણ, ઉછેર અને લગ્નની ચિંતામાં ખોવાયેલા જોવા મળે છે. આવા વાલીઓ માટે કેન્દ્ર સરકારની એક યોજના લાંબા સમયથી ચાલી રહી છે. જેની મદદથી તમે થોડું થોડું રોકાણ કરી પછી 21 વર્ષની થાય કે તરત જ તેને લગભગ 70 લાખ રૂપિયા આપી શકો છો, જે તેના ભવિષ્ય માટે અને શિક્ષણ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.
આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ ખાતું કહેવામાં આવે છે, જે હેઠળ દરેક ભારતીય પોતાની પુત્રીના જન્મ પછી તરત જ, 15 વર્ષ સતત રોકાણ કર્યા પછી અને 21 વર્ષ પૂર્ણ થયા પછી પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં Sukanya samriddhi yojana (SSY) ખાતું ખોલાવી શકે છે. આ યોજના અંતર્ગત દીકરીના ખાતામાં 69 લાખ 80 હજારથી વધુ રૂપિયા આવશે.
દીકરીનો જન્મ થશે તો મળશે આટલી રકમ
આ સ્કીમમાં, જો દીકરીનો જન્મ સાથે ખાતું ખોલવામાં આવે છે, તો તમારે છોકરી 15 વર્ષની થાય ત્યાં સુધી દર વર્ષે તમારે વધુમાં વધુ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે દર નાણાકીય વર્ષની 5મી એપ્રિલ પહેલા આ રોકાણ કરો છો. તો આ રીતે તમે કુલ રૂ. 22,50,000 થશે અને જ્યારે તમારી પુત્રી 21 વર્ષની ઉંમરે પાકતી મુદતની રકમ મેળવે છે, તે રૂ. 69,80,093 થશે.
આ કુલ રકમમાં વ્યાજનો હિસ્સો રૂ. 47,30,093 અને સૌથી અગત્યનું પાસું એ છે કે દીકરીએ રૂ. 69,80,093ની આ સમગ્ર રકમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહી. એટલે આ રકમ ટેક્સ ફ્રી રહેશે. તમને જણાવી દઈએ કે, વ્યાજ દરમાં સરકાર દ્વારા ત્રિમાસિક ધોરણે સુધારો કરવામાં આવે છે, તેથી બાકી વ્યાજ દરમાં ફેરફારથી, ખાતાના વ્યાજ દરમાં વધારો થશે.
ખાતું ખોલવા માટે 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીના પિતા અથવા વાલી ખાતું ખોલાવી શકે છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF એકાઉન્ટની જેમ, આ ખાતામાં વાર્ષિક મહત્તમ રૂ. 1,50,000 જમા કરી શકાય છે.
દીકરીનો જન્મ નો જન્મ થયા પછી તમે આ ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમાં કરવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજનાની સૌથી મહત્વની બાબત એ છે કે તે અત્યાર સુધીની સૌથી વધુ વ્યાજવાળી સરકારી યોજનાઓમાંની એક છે. આ યોજનામાં વાર્ષિક 8 ટકા વ્યાજ આપવામાં આવે છે, જ્યારે PPFમાં મળતું વ્યાજ 7.1 ટકાના દરે આપવામાં આવે છે.
સતત 15 વર્ષ સુધી દર વર્ષે એપ્રિલ મહિનામાં 1,50,000 રૂપિયા જમા કરાવવાથી, કુલ 22,50,000 રૂપિયા પુત્રીના સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જમા કરવામાં આવશે અને પછી પુત્રી 21 વર્ષની થાય તેની રાહ જુઓ.
વધુમાં વાંચો :- શિક્ષકની 3000 થી વધુ જગ્યાઓ માટે ભરતી, દર મહિને 1.51 લાખ રૂપિયા સુધીનો પગાર
મેચ્યોરિટી… તમે આગામી છ વર્ષ સુધી આ ખાતામાં કંઈપણ રોકાણ કરશો નહીં અને પુત્રીના ખાતામાં દર વર્ષે વ્યાજ ઉમેરવામાં આવશે અને પરિપક્વતા પર પુત્રી પાસે કુલ રૂ. 69,80,093 હશે.
જે સંપૂર્ણપણે વ્હાઇટ મની હશે, અને તે પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હશે. બીજી એક ખાસ વાત જાણી લો કે જેમ જેમ તમારી બાળકી 18 વર્ષની થશે, તે જ ક્ષણે એકાઉન્ટ સંપૂર્ણપણે તેના નામે થઈ જશે, અને તે તેને ઓપરેટ કરી શકશે.