ભાણવડ તાલુકાના લાલપરડા ગામનું નામ તો તમે સાંભળ્યું જ હશે પણ આજે અમે આ ગામના એક ખેડૂતના દીકરાની વાત કરવા જઈ રહ્યા છે જેને હાલમાં જ પીએચડીની ડીગ્રી મેળવી છે. ડોક્ટરની ડીગ્રી મેળવીને પરિવાર અને ગામનું નામ રોશન કરનાર આ છોકરાનું નામ છે રમેશભાઈ પીપરોટર. ભાણવડના નવસર્જન એકેડમી ચલાવનાર રમેશભાઈ ભાણવડ પંથક માટે કઈ નવું નામ નથી. આમ તો એમની સફળતાની સ્ટોરી બહુ લાંબી છે. પણ હાલમાં જ એમની સફળતામાં એક નવું નામ જોડાઈ ગયું છે એટલે કે હવે લોકો એમને ડોકટર રમેશ પીપરોટરના નામથી બોલાવશે.

ramesh 1 1024x768 1

આ ખેડૂત પરિવાર લાલપરડા ગામમાં રહે છે. એમના પરિવારમાં રમેશભાઈ અને એમના નાના ભાઈ નિલેશભાઈ છે. ખેતી સાથે જોડાયેલા એમના પિતા કદાચ રમેશભાઈને ડોકટર બનાવવા માગતા હતા પણ હવે રમેશભાઇના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. રમેશભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી સ્કૂલમાં લીધું છે. પછી 8માંથી બારમાં ધોરણ સુધી એમણે જૂનાગઢમાં અભ્યાસ કર્યો, એ પછી કોલેજ રાજકોટમાં કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ અને પીએચડી કયું. રમેશભાઈએ કોમર્સમાં પીએચડી કર્યું છે અને હવે એ ડોકટર બની ગયા છે. પણ એમનો સંઘર્ષ બહુ અનોખો છે.

ramesh 2 1024x768 1

કોલેજમાંથી જ રમેશભાઈએ ભણવાને બદલે કામ કરવાનું શરૂ કરી દીધું. એ રાજકોટના એક કુરિયર ગોડાઉનમાં કામ કરતા હતા. સામાન પેક કરવો, કોમ્પ્યુટરનું કામ કરવું અને સાથે સાથે ભણવાનું. એમને પોતાના પીએચડી દરમિયાન ડ્રોલ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ કામ કર્યું છે. એ પછી એમને હરમાં એકેડમી, સાતપરાના પ્રિન્સિપાલ તરીકે પમ કામ કર્યું પણ રમેશભાઈને હંમેશા લાગતું હતું કે એ નોકરી કરવા માટે નથી જન્મ્યા અને પછી એમને ભાનવડમાં એક નાનકડો કલાસ ખોલ્યો. સારો રિસ્પોન્સ મળ્યો એટલે હોસ્ટેલ ખોલી અને એ પછી એમને નવસર્જન એકેડમી ખોલી

આ એકેડમીને શરૂ થયે લગભગ 5 વર્ષ વીતી ચુક્યા ચર અને હવે આ એકેડમી સારી રીતે ચાલી રહી છે. સાથે જ નવસર્જન સેવા ફાઉન્ડેશન 2 વર્ષથી કામ કરી રહ્યું છે. આ ફાઉન્ડેશનમાં જુદી જુદી સેવા માટે કામ કરવામાં આવે છે. જેમ કે સ્કૂલ શરૂ થવાના સમયથી અનાથ છોકરીઓ માટે સ્કૂલ અને હોસ્ટેલની ફી માફ કરી દેવામાં આવે છે. કોરોના દરમિયાન મૃત્યુ પામનાર પિતાની દીકરીને 50 ટકા ફી માફી આપવામાં આવી રહી છે અને નશા મુક્ત પરિવારની દીકરીને પણ ફી માફી આપવામાં આવે છે. કોરોના દરમિયાન પણ આ એકેડેમીનો ગેટ ખુલ્લો રહ્યો અને સરકાર માટે કોરોન્ટાઇન ફેસિલિટીનું કામ કર્યું

Leave a comment

Your email address will not be published. Required fields are marked *