અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી અને તમામ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જણાવી દઈએ કે આઈટી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો હતો અને એ કારણે એક સમયે સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ્સ તૂટ્યો હતો. જો કે સાંજ સુધી 700 પોઈન્ટના જંગી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ બધા પાછળ શું કારણ છે? શા માટે બજારમાં આટલો મોટો ઘટાડો થયો છે?
જણાવી દઈએ કે છેલ્લા 9 ટ્રેડિંગ સેશનથી માર્કેટમાં તેજી જોવા મળી હતી અને તે વધુ વધે એવું કહેવામાં આવી રહ્યું હતું પણ બજાર ફરી એકવાર ઘટાડા સાથે ટ્રેડ થયું હતું. આજે બજારમાં આટલો મોટો ઘટાડો શા માટે થયો અને ભવિષ્ય શું હશે ચાલો એ વિશે જાણીએ.
1. આઇટી કંપનીઓના નબળા પરિણામો
જણાવી દઈએ કે આજે બજારને નીચે લાવવામાં IT કંપનીઓનો મુખ્ય ફાળો હતો એમાં TCS , ઇન્ફોસિસના નબળા ત્રિમાસિક પરિણામે IT શેરોમાં વેચવાલી શરૂ કરી હતી અને આ કારણે આજે આઈટી ઈન્ડેક્સ લગભગ 6.5% ઘટ્યો છે. આ કારણે આજે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
2. HDFC બેંકની આવકમાં ઘટાડો
બીજું કારણ છે કે HDFC બેંકે ચોથા ક્વાર્ટર માટે નબળા પરિણામો જાહેર કર્યા હતા અને બેંકનો નફો અને ચોખ્ખી વ્યાજની આવકમાં વૃદ્ધિ અપેક્ષા કરતાં ઓછી હોવાની અસર આજે બજારમાં જોવા મળી હતી. એટલા માટે આજે આ બેંકનો શેર લગભગ 2 ટકા નીચે ટ્રેડ થતો હતો.
3. વૈશ્વિક બજારોમાં મંદીના ભણકારા
જણાવી દઈએ કે વૈશ્વિક બજારોમાં મંદીની અસર બજારન પર પડી હતી અને જાપાનનો નિક્કી ફ્લેટ હતો તો ઓસ્ટ્રેલિયા 0.2%, સાઉથ કોરિયાનો કોસ્પી 0.2% અને હોંગકોંગનો હેંગસેંગ 0.2% ડાઉન હતો. આ ઉપરાંત યુએસ માર્કેટમાં પણ સુસ્તી હતી.
4. રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ
ચોથું કારણ છે કે ભારતીય શેરબજારમાં છેલ્લા 9 ટ્રેડિંગ સેશનથી તેજી હતી તો એ કારણે આજે રોકાણકારોએ નફો બુક કર્યો હતો
5. ટેકનિકલ કારણો
નોંધનીય છે કે શેરબજારના ટેકનિકલ એકપર્ટ્સના મતે ભારતીય બજારમાં તાજેતરની તેજી ખૂબ જ તેજ હતી અને એ કારણે બજારો ઓવરબૉટ થઈ ગઈ હતી.