મીત્રો આજનાં સમયમાં લોકો નોકરી કરતા પોતાનો ખુદનો બીઝનેસ વધુ કરે છે, કારણ કે નોકરી કરતા બીઝનેસ માં વધુ પૈસા મળતા હોય છે. અને જો તમે પણ બીઝનેસ કરવાનું વિચારી રહ્યા હોવ તો તો અમે તમને બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું. આજના સમયમાં આ બિઝનેસની ઘણી માંગ પણ છે. સૌથી મહત્વની વાત એ છે કે તમે આ બિઝનેસ ઘરે બેઠા કરી શકો છો.

આ બિઝનેસ નું નામ કાર્ડબોર્ડ બોક્સ મેકિંગ બિઝનેસ છે. દરેક નાની-મોટી વસ્તુઓને પેક કરવા માટે કાર્ડ બોક્સની જરૂર પડતી જ હોય છે. જો તમે સામાનનું વધુ સારું પેકિંગ કરી શકો તો આ વ્યવસાય કરી શકો છો.

મોટી કમાણી થશે

આ બીઝનેસ નીબ ખૂબ માંગ રહે છે અને તે જ સમયે તે ખૂબ જ નફાકારક બીઝનેસ છે. આમાં, તમે દર મહિને સરળતાથી 5 થી 10 લાખ રૂપિયા સુધી કમાઓ શકશો.

કાર્ડબોર્ડ બોક્સ બનાવવાનો બીઝનેસ છે શું ?

કાર્ડબોર્ડ બિઝનેસની બજારમાં ખૂબ જ માંગ છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે ઓનલાઈન સ્ટોર્સ દ્વારા કરવામાં આવતો હોય છે, કારણ કે તેનો ઉપયોગ પેકેજિંગથી લઈને માલના પરિવહન સુધીની દરેક વસ્તુ માટે થાય છે.

આ ઉત્પાદનનો ઉપયોગ ઘરની વસ્તુઓને ખસેડવા માટે પણ થાય છે. કાર્ડબોર્ડ બોક્સ બનાવવા માટે ક્રાફ્ટ પેપરની જરૂર પડે છે, જે 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હોય છે. તમે જેટલી સારી ગુણવત્તાના ક્રાફ્ટ પેપરનો ઉપયોગ કરશો, તેટલી સારી ગુણવત્તાના બોક્સ બનશે.

બિઝનેસ

લગભગ 5000 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે

આ કાર્ડબોર્ડ બોક્સ બનાવવાનો બીઝનેસ કરવા માટે લગભગ 5000 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડતી હોય છે. ઉપરાંત, માલ સંગ્રહ કરવા માટે ગોડાઉન ની જરૂર પડે છે. વ્યવસાયમાં બે પ્રકારના મશીનો છે. એક સેમી ઓટોમેટિક મશીન અને બીજું ફુલ ઓટોમેટિક મશીન.

કેટલા પૈસાની જરૂર?

નાના પાયે કાર્ડબોર્ડ બોક્સ બિઝનેસ ઓછા રોકાણ સાથે શરૂ કરવાની જરૂર છે. જો તમે સેમી ઓટોમેટિક મશીન લો છો તો તમારે 20 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. બીજી તરફ, જો કોઈ સંપૂર્ણ ઓટોમેટિક મશીન ખરીદે છે, તો 50 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

વધુમાં વાંચો :- પીએમ આવાસ યોજના 2023, સરકાર ખાતાંમાં આપશે 2.50 લાખ રૂપિયાની સહાય, જાણો અરજી કેમ કરવી ?

કમાણી કેટલી થશે?

આજે ઘણી ઈ-કોમર્સ કંપનીઓ છે જે આ બોક્સ ખરીદે છે.  આ વ્યવસાયમાં ખૂબ સારી કમાણી છે અને નફાનું માર્જિન પણ ઘણું સારું છે. જો તમે આ બિઝનેસનું માર્કેટિંગ ખૂબ જ સારી રીતે કરો છો, તો આ બિઝનેસ કરીને તમે દર મહિને 5 થી 10 લાખ રૂપિયા આપી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *