કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર લોકતાંત્રિક સંસ્થાઓનો નાશ કરવાનો અને આ સાથે જ સંસદ ન ચાલવા દેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
વાત એમ છે કે આ આરોપ લગાવતા સોનિયા ગાંધીએ કહ્યું કે લોકશાહી અને લોકતાંત્રિક જવાબદારી પ્રત્યે સરકારનો તિરસ્કાર ચિંતાજનક છે. આ સાથે જ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો અને મીડિયાને નિયંત્રિત કરવાના પણ પણ લગાવ્યા છે.
આ વિશે વાત કરતાં એક લેખમાં સોનિયા ગાંધીએ લખ્યું હતું કે, ‘ભારતના લોકોને ખબર પડી ગઈ છે કે પ્રધાનમંત્રીના નિવેદનો કરતાં તેમના કાર્યો એમના વિશે વધુ જણાવે છે.
વિપક્ષ પર ગુસ્સો નિકાળવો હોય કે આજની અસ્વસ્થતા માટે ભૂતકાળના નેતાઓને દોષી ઠેરવવો હોય પ્રધાનમંત્રીના નિવેદનો મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની મૌખિક કવાયત સિવાય બીજું કંઈ નથી. ‘ આ સાથે જ સોનિયા ગાંધીએ લખ્યું કે અન્ય લોકો અને તેમની ક્રિયાઓ સરકારના અસરકારક હેતુઓ વિશે બધું જ જણાવે છે.
સોનિયા ગાંધીએ ED-CBIને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું
લેખમાં સોનિયા ગાંધીએ લખ્યું કે, ‘છેલ્લા મહિનાઓમાં પ્રધાનમંત્રી અને તેમની સરકારને ભારતના લોકતંત્રના ત્રણેય સ્તંભો- ધારાસભા, કાર્યપાલિકા અને ન્યાયતંત્રને તોડી પાડી છે. તેમના કામ લોકશાહી જવાબદારી માટે ઊંડો અણગમો દર્શાવે છે.
વધુમાં વાંચો :- ક્યારેક ઘરે ઘરે જઈને વેંચતા હતા ફુગ્ગા, ઉભી કરી દીધી 38000 કરોડની કંપની
સાંસદના છેલ્લા સત્રમાં એમને વિપક્ષને બેરોજગારી, મોંઘવારી અને સામાજિક વિભાજન જેવા ગંભીર મુદ્દા ઉઠાવતા અટકાવવા અને આ સાથે જ આ વર્ષના બજેટ અને અદાણી કૌભાંડ પર વિપક્ષને ચર્ચા કરતા રોકવા માટે સરકારની વ્યૂહરચના જોવા મળી હતી. વાત એવી છે કે મજબૂત વિપક્ષ માટે, મોદી સરકારે અભૂતપૂર્વ પગલાંનો આશરો લીધો.
આ સાથે જ સાંસદમાંથી ભાષણો કાઢી નાખવામાં આવ્યા હતા, ચર્ચાઓ બંધ કરવામાં આવી હતી અને સંસદના સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બધાનું પરિણામ એ આવ્યું કે જનતાના પૈસાનું 45 લાખ કરોડ રૂપિયાનું બજેટ કોઈપણ ચર્ચા વગર પસાર થઈ ગયું.
અંહિયા મહત્વની વાત એ છે કે જ્યારે ફાઇનાન્સ બિલ લોકસભા દ્વારા રજૂ કરવામાં આવ્યું ત્યારે વડા પ્રધાન તેમના મતવિસ્તારમાં વ્યાપક મીડિયા કવરેજ સાથે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટનમાં વ્યસ્ત હતા.